ETV Bharat / state

9 years of PM Modi Govt : દમણમાં મોદી સરકારને વધાવતાં વાઘાણીના કોંગ્રેસ પર આક્ષેપ, બેક સીટ ડ્રાઇવિંગે દેશને લૂંટ્યો - કોંગ્રેસે

પૂર્વ રાજ્ય પ્રધાન જીતુ વાઘાણી દમણ દીવના પ્રભારી તરીકે પ્રથમ વખત દમણની મુલાકાતે આવ્યા હતાં. દમણમાં જીતુ વાઘાણીએ મોદી સરકારના 9 વર્ષની વિકાસગાથા રજૂ કરી કોંગ્રેસના બેક સીટ ડ્રાઇવિંગ શાસનની આકરી ટીકા કરી હતી.

9 years of PM Modi Govt : દમણમાં મોદી સરકારને વધાવતાં વાઘાણીના કોંગ્રેસ પર આક્ષેપ, બેક સીટ ડ્રાઇવિંગે દેશને લૂંટ્યો

author img

By

Published : May 29, 2023, 9:36 PM IST

મોદી સરકારના વખાણ

દમણ : મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ 30 મેથી 30 જૂન સુધી દેશભરમાં જનસંપર્કના વિવિધ કાર્યક્રમો યોજી જનતાને હિસાબ આપવા જઈ રહી છે. જે અંગે પૂર્વ રાજ્યપ્રધાન અને હાલમાં ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ દમણમાં માધ્યમોને મોદી સરકારની ઉપલબ્ધિઓની વિગતો આપી હતી. આ પ્રસંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પક્ષ પર તેમજ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં.

ગાંધી પરિવાર પર પ્રહાર :ગુજરાત રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતા જીતુ વાઘાણીને દમણના પ્રભારી બનાવ્યા બાદ સોમવારે તેઓ દમણની મુલાકાતે આવ્યા હતા, દમણમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોદી સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ 30 મે થી 30 જૂન સુધી દેશભરમાં જનસંપર્કના વિવિધ કાર્યક્રમો અને મીડિયા, સોશિયલ મીડિયા સંવાદો યોજવા જઈ રહી છે. જે અંગે વિગતવાર વિગતો આપી કોંગ્રેસ પક્ષ પર તેમજ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં.

રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ સરકારના નરેન્દ્ર મોદીના શાસનના નવ વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ શાસનના આ નવ વર્ષ બેમિસાલ વર્ષ રહ્યા છે. જે દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાઓ ધરાતલ પર ઉતારીને કોંગ્રેસે જે સ્થિતિમાં શાસન આપેલું. જે અરાજકતા અંધાધૂંધી હતી. નબળી અર્થવ્યવસ્થા હતી તે સ્થિતિમાં નરેન્દ્ર મોદીએ દેશનું શાસન હાથમાં લઈ નવ વર્ષમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે...જીતુ વાઘાણી (પ્રભારી, દમણ ભાજપ)

કોંગ્રેસે દેશને લૂંટવાનું પાપ કર્યું છે :તેમણે વધુમા જણાવ્યું હતું કે ભાજપ સરકારે આ નવ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અનેકગણો વિકાસ કર્યો છે. આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ, કે ખેડૂતો તમામનું જીવન ધોરણ સુધારી તેમને મુખ્ય પ્રવાહમાં ભેળવ્યા છે. કોંગ્રેસે તેમના શાસનમાં દેશને લૂંટવાનું પાપ કર્યું છે. ગાંધી પરિવારના સોનિયા અને રાહુલના બેક સીટ ડ્રાઇવિંગમાં કોંગ્રેસે દેશને લૂંટવાનું કામ કર્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત વાતાવરણ આપ્યું છે. દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે.

વરિષ્ઠ નેતાઓ જનતા સાથે બેઠક યોજાશે :ભાજપ મોદી સરકારના આ નવ વર્ષનો હિસાબ આપવા 30મી મેથી 30 જૂન દરમ્યાન વિશેષ જન સંપર્ક અભિયાન હાથ ધર્યું છે. એક મહિનાના જન સંપર્ક અભિયાનમાં નવ વર્ષના બેમિસાલ શાસનનો હિસાબ જનતાને આપશે. જે યોજનાઓ ધરાતલ પર ઉતારી છે તે યોજનાઓમાં ક્યાં ત્રૂટિ રહી છે લોકોની શું સમસ્યા છે તેને ધ્યાનમાં લેશે. જન સંપર્ક અભિયાન દરમ્યાન દેશના દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આ કાર્યક્રમમાં યોજવામાં આવશે. દમણમાં પણ નારાયણ રાણે, વિનોદ સોનકર જેવા નેતાઓ આ જન સંપર્ક અભિયાનમાં જોડાશે અને સમાજના લોકો સાથે બેઠકો યોજી ભાજપ સરકારે કરેલા વિકાસના કામોની રૂપરેખા આપી તેમની સમસ્યાઓ સાંભળશે.

પાણી, શૌચાલય, વીજળીની યોજના મોદીએ આપી :જ્યારે દમણમાં ઉદ્ભવતા પાણીના પ્રશ્ન, શૌચાલય, વીજળી જેવી યોજનાઓ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પાણી, શૌચાલય, વીજળીની યોજના નરેન્દ્ર મોદી લાવ્યા છે. યોજના કાર્યાન્વિત થઈ છે. પરંતુ તેમાં હજુ પણ નાની મોટી મુશ્કેલીઓ છે. જે આ જન સંપર્ક દરમિયાન ધ્યાનમાં લેવામાં આવશે. અને તે ત્રૂટિઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સીઆરઝેડ નીતિનિયમ જાણવા જરુરી :CRZ મામલે વિગતો મેળવશે તો એ જ રીતે દમણમાં 2014 અને 2019 ની ચૂંટણી દરમિયાન CRZ મામલે ભાજપના નેતાઓએ આપેલા વાયદા-વચનો અંગે જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે તેના નીતિનિયમો વિશે જાણવું જરૂરી છે. જે જાણી તે અંગે લોકોને પડતી હાલાકીમાંથી બહાર લાવવા પ્રયાસ કરીશું.

100 ટકા ફાયદાકારક પુરવાર થઇ નથી : ઉલ્લેખનીય છે કે મોદી સરકારની અનેક યોજનાઓ જનતા માટે 100 ટકા ફાયદાકારક પુરવાર થઇ નથી. કેટલીક યોજનાઓ આજે પણ માત્ર નામની યોજનાઓ રહી છે. જે અંગે તેમાં ત્રૂટિ હોય તો તે અંગે આ જનસંપર્ક દરમિયાન નાગરિકો તેમના ધ્યાને મૂકશે તો તે દૂર કરવામાં આવશે. સરકારે અનેક યોજનાઓ આપી છે અને તે યોજનાઓને કારણે લોકોની અપેક્ષા વધી છે. યોજનામાં રહેલી તમામ ત્રુટિઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે તેવો વિશ્વાસ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. તેમની સાથે દમણના સાંસદ લાલુ પટેલ, દમણ દીવ અને દાદરા નગર હવેલીના ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ, દમણ નગરપાલિકા પ્રમુખ અસ્પી દમણિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

  1. 9 years of PM Modi Govt : મોદી સરકારની સફળતાના 9 વર્ષની ઉજવણીમાં અનુરાગ ઠાકુર, લોકસભા ચૂંટણી માટે આવો વિશ્વાસ જતાવ્યો
  2. 9 Years of Modi Govt: મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આજે કરશે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સ
  3. New Parliament Building: દેવેગૌડા અને જગન મોહન પહેલી હરોળમાં, PM મોદીએ આપ્યો મોટો રાજકીય સંદેશ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.