- 80 વર્ષીય ગંગાબેને કર્યું મતદાન
- મતદાન એ કન્યાદાન સમાન છે: ગંગાબેન
- દરેક મતદારે મતદાન કરવું જોઈએ: ગંગાબેન
દમણ : દમણમાં જિલ્લા પંચાયત, નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમા મતદાન કરવા આવેલા 80 વર્ષીય ગંગાબેને મતદાન કર્યું હતું. આ સાથે ગંગાબેને જણાવ્યું કે, મતદાન એ કન્યાદાન સમાન છે. દરેક વ્યક્તિએ ફરજિયાતપણે મતદાન કરવું જોઈએ.
મતદાન બૂથ નંબર 7માં 80 વર્ષીય ગંગાબેન મતદાન કરવા આવ્યા
મોટી દમણમાં નગરપાલિકાના મતદાન બૂથ નંબર 7માં 80 વર્ષના ગંગાબેન મતદાન કરવા આવ્યા હતા. મતદાન વખતે તેના પુત્ર સાથે મતદાન બૂથમાં પ્રવેશ આપતી વખતે ચૂંટણી સ્ટાફ અને આરોગ્ય સ્ટાફે ગંગાબેનને કોરોના મહામારીની સાવચેતી માટે હેન્ડ સેનિટાઇઝરથી હાથને સ્વચ્છ કરાવી, પ્લાસ્ટિક હેન્ડ ગ્લોવ્ઝ આપી પ્રવેશ આપ્યો હતો.
વર્ષોથી અચૂક મતદાન કરે છે
ગંગાબેને મતદાન મથકમાં પોતાનો કિંમતી મત આપ્યો હતો. જે બાદ ગંગાબેને જણાવ્યું હતું કે, તેમને વર્ષોથી મત આપે છે. મત આપવો એ દરેક નાગરિકનો અધિકાર છે. દરેક ચૂંટણીમાં અચૂક મત આપવો જોઇએ. મતનું દાન એ તો કન્યાદાન સમાન છે.
3 વોર્ડ બિનહરિફ, 12 વોર્ડમાં થયું મતદાન
મોટી દમણ સહિત નાની દમણનો શહેરી વિસ્તાર નગરપાલિકા આવે છે. જે માટે 15 વોર્ડમાંથી 3 વોર્ડ બિનહરીફ થયા છે. જે કારણે હાલ 12 વોર્ડ માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન બૂથ પર મોટી સંખ્યામાં સ્ત્રી-પુરૂષ મતદારોએ કતારમાં ઉભા રહી પોતાનો મત આપ્યો હતો.