ETV Bharat / state

દાદરા નગર હવેલીના ખાનવેલમાં મોબાઇલ લૂંટનારા 4 આરોપીઓ એક મહિને ઝડપાયા - crime in gujarat

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ ઇન્ટ-પથ્થરથી હુમલો કરી મોબાઈલ લૂંટી ફરાર થયેલા 4 લૂંટારાઓને ખાનવેલ પોલીસે એક મહિનાની મહેનત બાદ ઝડપી પાડ્યા છે. ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ગત 22 એપ્રિલના રોજ લૂંટના પ્રયાસ સાથે મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી મોબાઈલ કબ્જે લીધો હતો.

દાદરા નગર હવેલીના ખાનવેલમાં મોબાઇલ લૂંટનારા 4 આરોપીઓ એક મહિને ઝડપાયા

author img

By

Published : May 25, 2021, 2:20 PM IST

  • લૂંટના ઇરાદે યુવક પર કર્યો હતો હુમલો
  • કોર્ટમાં રજુ કરાતા 4 દિના રિમાન્ડ, ફોન કબજે કરાયો
  • ગુન્હાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ હાથ ધરી

સેલવાસ: દાદરા નગર હવેલીમાં ગત 22મી એપ્રિલે 4 લૂંટારાઓ સામે મોબાઈલ લૂંટી લેવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ખાનવેલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ આરોપીઓએ એક યુવક પર ઇન્ટ-પથ્થર થી હુમલો કરી તેનો મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરત: પોલીસને મળી મોટી સફળતા, લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી

સંતોષ ઇન્દ્રજીત સિંગે ખાનવેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

મૂળ બિહારનો અને હાલ ખડોલી ખાતે ગણેશભાઈ પટેલની ચાલમાં રહેતા ફરિયાદી સંતોષ ઇન્દ્રજીત સિંગે ખાનવેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 21 એપ્રિલના રોજ રાત્રે કોઈ કામના માટે બહાર નીકળ્યો હતો. તે સમયે 4 અજાણ્યા યુવાનોએ ઈંટ અને પથ્થર વડે હુમલો કરી એમના હાથમાંથી મોબાઈલ છીનવી ભાગી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મોબાઈલ-પર્સની લૂંટ કરવા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા...

મોબાઈલ લોકેશન આધારે લૂંટારાઓને દબોચી લીધા

આ ઘટના અંગેની સેલવાસ પોલીસે આઇપીસી કલમ 394,324 મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ સુરંગી આઉટપોસ્ટના એએસઆઇ કે.એચ.પટેલને સોંપી હતી. જેમાં જિલ્લા પોલીસવડાના દિશાનિર્દેશમાં એક ટીમ બનાવી મોબાઈલ લોકેશનના અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને દબોચી લીધા હતાં. પકડાયેલ ચારેય આરોપીઓમાં અલ્કેશ કાશીરામ ચુમબાડીયા, અનિલ જમસુ ખંજોડીયા, વિક્રમ શ્રવણ ઢંગડા, આકાશ તાનિયા ગુરોડાને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. પકડાયેલા ચારેય આરોપીઓ આસપાસના ગ્રામ્યવિસ્તારના આદિવાસી છે. જેમની પાસેથી એક મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. આ આરોપીઓએ અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.