વાપીના હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવકો તેમના મિત્ર યોગેશ રાજપૂતની બર્થ ડે હોવાથી સોમવારે રાત્રીએ પાર્ટી કરવા માટે દમણના કચીગામ સ્થિત કેપિટલ વાઇન શોપ નજીક બિયર પીવા માટે આવ્યા હતા. તે દરમિયાન અન્ય એક ગ્રુપ સાથે 40 વર્ષીય સીબી રાજન મેથ્યુ નામક ઇસમ સાથે ઝધડો થયો હતો. આ ઝઘડામાં સીબી રાજન નામનો યુવક મારથી બચવા માટે ત્યાંથી નાશી ગયો હતો જેને આરોપીઓએ ગોવા બેંક નજીક પકડીને માથાના ભાગે બિયરની બોટલ મારતા ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત નિપજ્યુ હતું.
દમણના DIGP ઋષિપાલ, SP વિક્રમજીત સિંગે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધવા માટે પ્રયાસ હાથ ધર્યા હતાં. કોસ્ટલ પોલીસે આખરે શનિવારે વાપીના યુવકની હત્યાના ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાના ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 16મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા છે.