ETV Bharat / state

Daman Rain: દાદરાનગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ, 21 લોકોનું રેસ્ક્યુ

બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીના સ્તર ઉપર આવ્યા છે. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી નદીમાં ભારે પુર આવતા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે મધુબન ડેમમાં પણ મોડી રાત્રે પાણીની આવક 2 લાખ ક્યુસેક થતા 1.95 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ

author img

By

Published : Jul 28, 2023, 1:48 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ, દમણગંગા નદી સહિત તમામ નદી નાળા છલકાતા 21 લોકોને રેસ્ક્યુ કર્યા

વાપી: અનરાધાર મેધો છેલ્લા બે દિવસમાં રાજયના ઘણા વિસ્તારમાં પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં શુક્રવારે એટલે કે આજે સવારમાં મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતો હોય ખાનવેલ સહિતનો વિસ્તાર જળમગ્ન બન્યો છે. દમણગંગા, સાકાર તોડ નદીઓ ભારે વરસાદી પાણીની આવકને કારણે હાલ બે કાંઠે વહી રહી છે.

મધુબન ડેમમાં પણ મોડી રાત્રે પાણીની આવક 2 લાખ ક્યુસેક

10 ઇંચ જેટલો વરસાદ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ખાનવેલ, દૂધની, કરચોન્ડ સહિતના વિસ્તારમાંથી પસાર થતી સાકર તોડ નદીમાં ભારે પુર આવ્યું છે. એ વિસ્તારમાં આવેલ દૂધની, કરચોન્ડ સહિતના 15 જેટલા ગામના લોકો માટે આવાગમન ના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જતા NDRF ટીમ દ્વારા 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 10 ઇંચ વરસાદ

ઉપરવાસમાં ભારે વરસાદ: ગત રાત્રે દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે મધુબન ડેમમાં પાણીની આવક 2,037,08 ક્યુસેક થઈ હતી. અને ડેમનું લેવલ 72.70 મીટર સુધી પહોંચતા તે રૂલ લેવલ જાળવવા વહીવટીતંત્રએ 2.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની જાહેરાત કરી નજીકના ગામલોકોને નદીકાંઠાથી દૂર રહેવા સૂચના આપી હતી. જો કે, વરસાદ ધીમો પડતા અને પાણીની આવકમાં ઘટાડો નોંધાતા મોડી રાત્રે 10 દરવાજા 4 મીટર સુધી ખોલી 1,95,789 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડાયું હતું.

મધુબન ડેમમાંથી પાણી છોડાયું: જે બાદ શુક્રવારે વહેલી સવાર સુધીમાં મધુબન ડેમમાં પાણીની આવક 89,665 ક્યુસેક થતા હાલ 10 દરવાજા 5 મીટર સુધી ખોલી 1,45,268 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો, દાદરા નગર હવેલીના ખાનવેલમાં ભારે વરસાદમાં નદીઓમાં અને ખાડીઓમાં પુરની સ્થિતિ યથાવત હોય વહીવટી તંત્ર સજ્જ બની કોઈ જાનહાની થાય નહિ તેવી સાવચેતી દાખવી રહ્યું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં ગત રાત્રે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

વલસાડ કુલ વરસાદની વિગત: વરસાદની વિગત જોઈએ તો, વલસાડ તાલુકામાં 1554mm, ધરમપુર તાલુકામાં 1624mm, પારડી તાલુકામાં 1769mm, જ્યારે કપરાડા તાલુકામાં સૌથી વધુ 2324mm વરસાદ વરસ્યો છે. ઉમરગામ તાલુકામાં 1998mm તો વાપીમાં 2011mm વરસાદ નોંધાયો છે. એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 2033mm, ખાનવેલમાં 1969mm અને દમણ માં 1930 mm વરસાદ વરસ્યો છે. હજી આગામી 24 કલાકમાં પણ ખાનવેલ સહિત દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હોય લોકોને સાવચેત કરવા સાથે NDRF ની ટિમ અને વહીવટી તંત્ર ખડેપગે છે. તેમજ આજે તમામ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

  1. Bardoli Rain: બારડોલી જળબંબાકાર, સામાન્ય જનજીવન ખોરવાયું
  2. Bardoli Rain: સુરતમાં વરસાદી પાણીથી પરેશાની, નીચાણવાળા એરિયામાંથી 24નું રેસ્ક્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.