ETV Bharat / state

સરીગામમાં 1.91 કરોડ રૂપિયાના ખર્ચે 137 આવાસ બનાવાશે - ગરીબ લાભાર્થી

વલસાડ જિલ્લાના સરીગામ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.91 કરોડ રૂપિયાના ખર્ચે 137 આવાસ બનાવવાની મંજૂરી મળી છે. ગ્રામ પંચાયતે 1.20 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ આવાસોને વર્ષ 2021-2022માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

સરીગામમાં 1.91 કરોડ રૂપિયાના ખર્ચે 137 આવાસ બનાવાશે

author img

By

Published : Apr 2, 2021, 3:20 PM IST

  • 2021-22 સુધીમાં આવાસનું કામ થશે પૂર્ણ
  • પંચાયત કચેરીમાં લોક કલ્યાણના કાર્યોમાં થશે વધારો
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરી ગામને મળ્યું ભંડોળ

આ પણ વાંચોઃ સુરત સુડા ભવન દ્વારા 599 કરોડ રૂપિયાનું બજેટ જાહેર

સરીગામઃ વલસાડ જિલ્લાની સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે લોક કલ્યાણ કાર્યોમાં વધારો કરતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2020માં ઘરે ઘરે જઈ કાચા અને પાકા મકાનોનો સરવે કરાયો હતો. લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે 1,91,80,000 રૂપિયાની માતબર રકમમાંથી 137 આવાસ બનાવવાની મંજૂરી મળી છે.

પંચાયત કચેરીમાં લોક કલ્યાણના કાર્યોમાં થશે વધારો

આ પણ વાંચોઃ ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળશે ઘરનું ઘર

સરીગામના ઈન્ચાર્જ સરપંચ પંકજ રાયે એક બેઠક બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને ઘરનું ઘર મળે. સરીગામના ગરીબ પરિવારોના જર્જરીત થઈ ગયેલા મકાનના સ્થાને નવું મકાન મળે તેવા આશયથી સરવે હાથ ધરાયો હતો, જે અંતર્ગત લાભાર્થીઓને પહેલા તબક્કામાં 137 આવાસની મંજૂરી આપી હતી, જેની કુલ રકમ 1,91,80,000 રૂપિયા થાય છે. આ રકમમાંથી આવનારા વર્ષ 2021-2022 સુધીમાં આવાસ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

આવાસ સાથે રોજગારી પણ પૂરી પાડશે

આવાસ બનાવવા લાભાર્થીઓ પાસે આંગળની કાર્યવાહી કરવા પત્ર મોકલાવી સાધનિક કાંગળો પંચાયત દ્વારા મગાવવામાં આવ્યા છે, જેમાં 1.20 લાખ રૂપિયાના ખર્ચે લાભાર્થીદીઠ આવાસ બનાવવામાં આવશે. આવાસ સાથે દરેક લાભાથીઁને મનરેગા હેઠળ રોજગારી પણ મળવા પાત્ર રહેશે, જેને લઈને ગ્રામવાસીઓમા ખુશીની લહેર જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.