દાહોદ આદીજાતી વિસ્તાર પેટા યોજના દાહોદ અને જિલ્લા રમતગમત અધિકારી તેમજ આદિવાસી સાંસ્કૃતિક એવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મયંક મેડા અને મચ્છાર મિહિર નામના બે આદિજાતિ યુવાનો ગ્લોબલ વોર્મિંગ અને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અંગે જાગૃતિ લાવવા ભારત, ભૂતાન અને નેપાળના ભ્રમણ માટે આંતરરાષ્ટ્રીય સાઇકલ પ્રવાસે નીકળ્યા હતા.
આ બંને યુવાનોના શુભેચ્છા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા માજી સાંસદ સોમજીભાઈ ડામોર અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. દાહોદથી આશરે 75થી 80 દિવસ દરમિયાન 3 દેશના બાર હજાર કિલોમીટરનું અંતર કાપી લોકોમાં જાગૃતિનો સંદેશો આપ્યા બાદ આંતરરાષ્ટ્રીય સાયકલ પ્રવાસ પૂર્ણ કરી બંને યુવાનો પરત દાહોદ મુકામે આવશે.