દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં આવેલ ફૂલપુરા ગામે જંગલની અડીઆવેલા પોતાના રહેણાંક ઘરે ઉચવા ફળિયામાં રાત્રિ દરમિયાન અંકિત ડામોર બાથરૂમ જવા માટે ઘરથી બહાર નીકળ્યા હતા. પરત ફરતા ઘરના આંગણામાં અંદરના ભાગે સુતેલી દીકરીઓ કાવ્યાબેન ઉંમર આશરે 5 વર્ષ અને વશાબેન આશરે 3 વર્ષ દીકરી પર હુમલો કર્યો હતો. જેમાં વંશાબેન ને માથાના ભાગે પંજા હુમલો કરી અને દીકરી કાવ્યાને પણ માથાના ભાગે ગંભીર હુમલો કરી ગયો હતો.
બાળકીઓ પર દીપડાનો હુમલો: હુમલો થતા પરિવારજનો જાગી જતા તથા તેજ સમયે પિતા અંકિતભાઈ બાથરૂમ જઈ પરત ફરતા હતા તેમને દીપડાને જોઈ જતા ઘરના આંગણામાં પડેલું ગોદડું દીપડા ઉપર નાખી દેતા દિપડો સ્થળ પરથી નાસી ગયો હતો. દીકરી કાવ્યાને પિતા અંકિત ભાઈએ તથા એમના પરિવારજનો આવી જતા સારવાર અર્થે લીમખેડા લઈ ગયા હતા. બાળકીને વધુ સારવાર અર્થે દાહોદ ઝાઇડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બંને દીકરીઓને તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું છે.
'રાતે ત્રણ વાગે આ ઘટના બનવા પામી હતી. રાત્રે જાગતા મને જાણવા મળ્યું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો. દીપડાએ એક બાળકીને ઘાયલ કરીને બીજી બાળકીને ઉઠાવીને લઇ ગયો હતો. હું તેની પાછળ દોડ્યો તો દીપડો ભાગી ગયો. મારા પિતાજી પણ જાગી જતા બાળકીને અમે તાત્કાલિક હોસ્પિટલ ખેસેડી હતી.' -અંકિતભાઇ ડામોર, બાળકીના પિતા
લોકોમાં ડરનો માહોલ: દાહોદ જિલ્લો જંગલ વિસ્તારને અડીને આવેલો હોય અવારનવાર જંગલી પ્રાણીઓના હુમલાઓ થતા હોય છે. ઘણા ખરા હુમલાઓમાં ભૂતકાળમા બાળકોને યુવતીઓના પણ મોત થયા છે. દીપડાના હુમલાની ગંભીર ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ છે. હાલ જંગલ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મુકવાની તજવીજ હાથ ધરાઈ છે.