ETV Bharat / state

દાહોદમાં કોરોના વાઇરસના કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટમાં સતત ઘટાડો - કોરોના વાઇરસના કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ

કોરોના સંક્રમણને રોકવા માટે દાહોદ જિલ્લામાં કરવામાં આવેલા ટેસ્ટ અને ધન્વંતરિ રથ દ્વારા થઇ રહેલી સઘન આરોગ્ય ચકાસણીને પરિણામે છેલ્લા તબક્કામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, બીજી તરફ હવે શહેરી વિસ્તારોને બદલે ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોના વાઇરસના દર્દીઓ મળી આવતા હોવાથી ગામડાના લોકોએ વધુ સજાગ બનવાની જરૂર છે.

Dahod News
Dahod News
author img

By

Published : Sep 6, 2020, 7:51 AM IST

દાહોદઃ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા બે માસ જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ કેસ મળી આવ્યા છે. જુલાઇ માસમાં કુલ 516 કેસો નોંધાયા હતા અને તેની સામે 468 દર્દીઓ સાજા થઇ ગયા હતા. કોમનબીડ દર્દીઓનો મૃત્યુઆંક પણ આ માસમાં સૌથી વધુ નોંધાયો હતો. અન્ય પ્રકારની ગંભીર બિમારી ધરાવતા 48 દર્દીઓના મૃત્યુ એ માસમાં નોંધાયા હતા. જ્યારે, ગત્ત ઓગસ્ટ માસમાં 566 દર્દીઓની સાપેક્ષે 372 દર્દીઓ સાજા થઇ ગયા હતા.

એપ્રિલ માસની આઠમી તારીખથી કોરોનાની ગતિને વધવાને આંકડાશાસ્ત્રની રીતે ધ્યાને લેવામાં આવે તો હાલની સ્થિતિએ જેટલા કેસો નોંધાવાની ધારણા હતી, તેના કરતા 600 જેટલા કેસો ઓછા નોંધાયા હતા. 4 સપ્ટેમ્બર સુધીમાં દાહોદમાં 1204 કેસો નોંધાયા છે.

વિશેષ બાબત એ પણ છે કે, કેસોની સંખ્યા બમણી થવાના દિવસોમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં તા. ૩ ઓગસ્ટે માત્ર 12 દિવસોમાં કેસો બમણા થઇ ગયા હતા, તે દિવસો તા. 17ના રોજ વધીને 21 થયા હતા. જો કે, કોરોનાના ચાર્ટ મુજબ દેવગઢ બારિયા, ફતેપુરા, લીમડીમાં વિશેષ કાળજી રાખવી પડે તેમ છે. અહીં કેસ ડબલ થવાની સંખ્યા 10થી 17 દિવસો વચ્ચે ચાલી રહી છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ કોરોના વાઇરસ સામે વિશેષ તકેદારી રાખવી પડે એમ છે.

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એક વિશેષ ફોર્મ્યુલાને આધારે કમ્પાઉન્ડ ડેઇલ ગ્રોથ રેટની ગણતરી કરવામાં આવે છે. જેમાં છેલ્લા સાત દિવસોમાં નોંધાયેલા કેસને આધારે કેસોનું વલણ જાણી શકાય છે. દાહોદમાં તા. 29-08-20ની સ્થિતિએ દાહોદમાં સમગ્રતયા કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ 1.44 ટકા નોંધાયો છે. સીડીજીઆરના આંક પ્રમાણે આવનારા દિવસોમાં કેસોની સંખ્યાનો અંદાજ બાંધવામાં આવે છે. જેમ કે, આજે ચાલુ સપ્તાહમાં 1.44 જીડીઆર છે તો પછીના દિવસોમાં કેસોમાં બે દર્દીઓનો વધારો નોંધાવવાની સંભાવના રહે છે.

ગત્ત 29 ઓગસ્ટની સ્થિતિએ દાહોદ તાલુકાનો 1.34, દેવગઢ બારિયા 2.53, ફતેપુરા 3.82, ગરબાડામાં 1.31, લીમખેડામાં 0.29, સંજેલીમાં 0.67, ઝલોદમાં 1.73 અને લીમડીમાં 2.39 ટકા રહ્યો છે. દાહોદ નગરમાં કેસોનું પ્રમાણ ઘટતા જિલ્લાના સરેરાશ ચિત્ર ઉપર મોટી અસર પડી છે. 4 ઓગસ્ટે સીડીઆર રેટ 4.21 હતો, જે હવે 1.44 ટકાએ પહોંચ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી મહેનત અને ધન્વંતરિ રથનું પરિભ્રમણ પરિણામ દર્શાવી રહ્યું છે.

ગત્ત તારીખ 7ની સ્થિતિએ જોઇએ તો દાહોદમાં કૂલ એક્ટિવ કેસો પૈકી 60.77 ટકા કેસ ગ્રામીણ વિસ્તારના હતા. જ્યારે, 39.23 ટકા કેસ શહેરી વિસ્તારના હતા. કેસોમા સૌથી વધુ પ્રમાણ પુરુષોમાં રહ્યું છે. કુલ દર્દીઓમાંથી સૌથી વધુ 51થી 80 વર્ષના લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ચિત્ર ઉપરથી એવું પણ તારણ કાઢી શકાય કે, દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના લોકોએ વધુ તકેદારી લેવાની જરૂર છે. દાહોદમાં કોરોના અને કોમોરબિડીથી મૃત્યુ થનારાની સંખ્યામાં 60 ટકા લોકોથી ઉંમર 60 વર્ષથી ઉપરની હતી. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર વૃદ્ધોની રિવર્સ ક્વોરેન્ટાઇન કરી વધુ સંભાળ લેવાની તકેદારી રાખવાની અપીલ કરવામાં આવે છે.

વધુમાં કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, સીડીજીઆરના આંકને ધ્યાને લેતા દેવગઢ બારિયા, ફતેપુરા અને ઝાલોદ તાલુકાના લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂરત છે. લોકો આરોગ્ય અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે આપવામાં આવતી ચૂચનાનું પાલન કરે. માસ્ક પહેરવા, સેનેટાઇઝેશન અને સામાજિક અંતરનું પાલન કરે. શરદી, ખાંસી કે તાવ આવવાના કિસ્સામાં તુરંત નજીકના દવાખાનાએ જઇ આરોગ્યની તપાસ કરાવે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.