ETV Bharat / state

દાહોદમાં સર્ગભા મહિલા થઈ કોરોનામુક્ત, સ્વસ્થ બાળકીને આપ્યો જન્મ - LATEST NEWS OF DAHOD Zydus Civil Hospital

દાહોદની 35 વર્ષીય સર્ગભા હદીકાબેન મન્સુરી 13 દિવસ સુધી કોરોના સામે જંગ લડીને આખરે કોરોનામુક્ત થયા છે અને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. જે બદલ મહિલાના પરિવારે હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

દાહોદ
દાહોદ
author img

By

Published : Jun 20, 2020, 8:16 AM IST

દાહોદઃ જિલ્લામાં રહેતા સગર્ભા હદીકાબેન ભાવનગરથી દાહોદ આવ્યા બાદ તેમને નિયમિત મેડીકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં ગયા હતા. જેમાં તેમને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમને દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

સર્ગભા મહિલા થઈ કોરોનામુક્ત, સ્વસ્થ્ય બાળકીને આપ્યો જન્મ

જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને આ બાબતે જાણ થતાં તેમણે તબીબો અને સ્ટાફને હદીકાબેનની વિશેષ કાળજી રાખવા અને કોરોના સારવાર સાથે ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ રોજે રોજ ચેકઅપ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું.

ઝાયડસ સિવિલ હોસ્પિટલના ડૉ. મોહિત દેસાઇએ આ અંગે જણાવ્યું હતું કે, હદીકાબેનનો કેસ અમારા માટે ખરી કસોટી કરનારો હતો. તેમને હાઇ બી.પી. સાથે ડાયાબીટીસ પણ હતો.તેમના અન્ય મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં ડીડાયમરનું લેવલ જે 500 હોવું જોઇએ તે 10 હજાર હતું. એટલે કે, તેમની લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં પણ સમસ્યા ઊભી થઇ હતી. આ બધી સમસ્યાઓને કારણે કસુવાવડની શકયતાઓ હતી અને બાળકને પણ તકલીફ થવાની શક્યતા હતી.

આગળ વાત કરતાં ડૉક્ટરે જણાવ્યું હતું કે, અમે હદીકાબેનના હાઇ બીપી, ડાયાબીટીસ અને લોહી ગંઠાવવા માટેની સારવાર શરૂ કરી હતી. સાથે કોવિડ-19ની સારવાર પણ ચાલુ જ હતી. ગાયનેકોલોજીસ્ટ ડૉ. દિનેશ પણ નિયમિત તેમનું ચેક-અપ કરતા હતા. આખરે તેઓ કોરોનામુક્ત થતાં તેમને નોન કોવિડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.

હદીકાબેન આ વિશે વાત કરતા જણાવે છે કે, અહીંની સરકારી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ સારવાર આપવામાં આવી હતી. નિયમિત મારું મેડીકલ ચેક-અપ કરવામાં આવતું હતું. અત્યારે હું કોરોનામુક્ત છું અને મારી બાળકી પણ સ્વસ્થ્ય છે.જે તબીબોની મહેનતનું પરીણામ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.