ETV Bharat / state

બેટી બચાવો બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટીની કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ - દાહોદ ન્યુઝ

જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા સમાહર્તા વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવા, દિકરીઓના અસ્તિવ અને સુરક્ષાને સુનિચ્છિત કરવા, દિકરીઓના શિક્ષણ સહિત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.

ટાસ્ક ફોર્સ કમિટીની કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ટાસ્ક ફોર્સ કમિટીની કલેક્ટર વિજય ખરાડીનાટાસ્ક ફોર્સ કમિટીની કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
author img

By

Published : Feb 13, 2020, 7:04 PM IST

દાહોદ: જિલ્લામાં દિકરીઓના જન્મને વધાવવા અને તેમના શિક્ષણને સુનિચ્છિત કરવા માટે બેટી બચાવો, બેટી પઢાવો ટાસ્ક ફોર્સ કમિટિની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ કમિટિની જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જાતિ આધારિત લિંગ પરિક્ષણ અટકાવવા, દિકરીઓના અસ્તિવ અને સુરક્ષાને સુનિચ્છિત કરવા, દિકરીઓના શિક્ષણ અને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે કલેક્ટર વિજય ખરાડી જણાવ્યું હતું કે, દિકરીઓના જન્મ અને શિક્ષણ માટે જનજાગૃતિ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું અને તે અનુસાર કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પ્રચાર માધ્યમોનો પણ લોકજાગૃતિ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.