ETV Bharat / state

દાહોદમાં NH-47 હાઇવે પર વરોડ ટોલ ટેક્સનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો - dahod police

જિલ્લામાંથી પસાર થતાં આલીરાજપુર નેશનલ હાઇવે 47 પર વડોદ ટોલટેક્સ મુકામે સ્થાનિકો પાસેથી ટોલ ઉઘરાવવા મુદ્દે હોબાળો થયો હતો. આ ટોલટેક્સ સંદર્ભે લીમડી પોલીસ સ્ટેશન ગયેલા લોકો સાથે પીઆઈ ઝાલાએ દારૂ પીધેલી હાલતમાં અસભ્ય વર્તન અને જાતિ વિષયક અપશબ્દોનો ઉચ્ચારણ સમાજના અગ્રણી સાથે કર્યા હોવાનો વાત વાયુ વેગે પંથકમાં પ્રસરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

વરોડ ટોલ ટેક્સનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

author img

By

Published : Jun 16, 2020, 10:54 PM IST

દાહોદ : જિલ્લામાંથી પસાર થઇ રહેલા અલીરાજપુર નીમ્બા હેડા નેશનલ હાઈવે-47 પર આવેલા ઝાલોદ તાલુકાના વડોડ ગામે ટોલ ટેક્સ બૂથ પરથી સ્થાનિકો પાસે વાહન વેરો ઉઘરાવવાના બાબતે અવારનવાર તકરાર થતી હોય છે અને સ્થાનિક લોકોને વેરા માફી માટે વારંવાર કાયદાકીય રજૂઆત જિલ્લા અને ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવેલી હોવાથી સ્થાનિક લોકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવતો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરીવાર વરોડ ટોલટેક્સ બૂથ પર પસાર થતા સ્થાનિક વાહનચાલકો પાસેથી વાહન વેરો લેવામાં આવી રહ્યો હતો.

વરોડ ટોલ ટેક્સનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

આજે મંગળવારે પણ સ્થાનિક આગેવાનો ટોલ પરથી પસાર થતી વેળાએ તેમની પાસેથી વાહન વેરો માંગતા ટોલ ભરવા બાબતે બોલાચાલી થઈ હતી. તેમજ નિયમ કરતાં વધુ ટેક્સ વસૂલતા હોવાનો વાહનચાલકોએ રજૂઆત કરી વાહન ચાલકોએ ટોલ ભર્યો નહોતો. આ સમગ્ર મામલાની લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.જે ઝાલાએ રજૂઆત કરતાઓને નશાની હાલતમાં અભદ્ર વ્યવહાર અને અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. જેનો સ્થાનિક આગેવાનોએ વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો અને લીમડી પોલીસ સ્ટેશનના પી.આઈ ઝાલાની સામે એટ્રોસીટી એક્ટની ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી છે.

ગ્રાફ
ગ્રાફ

આ મામલો વધુ ઉગ્ર બનતા આદિવાસી સમાજ સહિત સ્થાનિક લોકો લીમડી પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા અને પીઆઈ ઝાલા વિરોધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા ઉગ્ર માગ કરી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા સાથે થયેલી ચર્ચામાં બે દિવસમાં તપાસ કરી યોગ્ય પગલાં ભરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમજ ડીવાયએસપી જાદવે રજૂઆત કર્તાઓની એપ્લિકેશન લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.