દાહોદ જિલ્લાના કતવારા ગામે આવેલા વાડી ફળિયામાં 11મી નવેમ્બરના રોજ તળાવ પાસે એક બાઇક ચાલકને આંતરી તેની પાસેથી રોકડા રૂપિા 63,000 ભરેલી બેગ ઝુંટવી લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ તાલુકા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં કોમ્બીંગ સહિતની કામગીરી હાથ ધરી હતી.
તે સમયે મળેલી બાતમીના આધારે દાહોદ તાલુકાના કતવારા પોલીસે કતવારા જવાના રસ્તા પર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે એક બાઇક પર સવાર બે ઈસમો ત્યાથી પસાર થતાં પોલીસે તેમને રોક્યા હતા. પૂછપરછ કરતા બાઇકના કાગળોની માંગણી કરી હતી, પરંતુ બન્ને ઈસમો પાસેથી સંતોષકારક જવાબ તેમજ મોટરસાઈકલના કાગળો ન મળતાં પોલીસને શંકા ગઈ હતી. આ બંન્ને ઈસમો જેમાં મનુભાઈ રામજીભાઈ માવી અને મનુભાઈ રાહુલભાઈ રાજુભાઈ માવીની સઘન પૂછપરછ કરતા તેઓ ઉપરોક્ત લૂંટને અંજામ આપી અભલોડ ગામ તરફ ભાગી ગયાની કબુલાત કરી હતી. કતવારા પોલીસે ઉપરોક્ત ઝડપાયેલા બન્ને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.