ETV Bharat / state

'ડબ્બા પર ડબ્બા' : કોલસા ભરેલી માલગાડી બની ગાંડીતૂર, ભારે થયું નુકસાન

દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે સવારે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા પરથી (Dahod Train Accident) ઉતરી ગઈ હતી. આ કારણે રેલ વ્યવહાર ખોરવાતા કેટલીક ટ્રેનોને બીજી લાઈન પર દોડાવવામાં (Mangal Mahudi Train Accident) આવી હતી. તો બીજી તરફ ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભારે નુકશાની પણ સામે આવી છે.

'ડબ્બા પર ડબ્બા' : કોલસા ભરેલી માલગાડીએ લીધો અનોખો વેગ, ભારે થયું નુકસાન

author img

By

Published : Jul 19, 2022, 3:55 PM IST

દાહોદ : દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર મધરાત્રિના સમયે ખાલી વેગનની પસાર થઈ રહેલી માલગાડી ટ્રેન (Mangal Mahudi Train Accident) અકસ્માતે ખડી પડતા દુર્ઘટના સર્જાઇ છે. અકસ્માતમાં રેલવે ઇલેક્ટ્રિક લાઈન અનેક અપ અને ડાઉન રેલવે લાઈનને મોટું નુકસાન (Freight Train Accident in Gujarat) થયું હતું. જેના કારણે રેલવે વ્યવહાર સદંતર ખોરવાઇ જવા પામ્યો હતો. બનાવની જાણ રેલવે કંટ્રોલ થતા ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું.

વિલ અકસ્માતે જામ થઈ ગયું - રાજસ્થાનના કોટાથી કોલસાના 54 ખાલી વેગન લઈને વડોદરા તરફ આવી રહેલી માલગાડી ટ્રેનમાં મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે ખામી સર્જાઈ હતી. માલગાડી ટ્રેનના 16 નંબરના ડબ્બાનો વિલ અકસ્માતે જામ થઈ ગયું હતું. જેના કારણે પાછળના તમામ ડબ્બાઓ એક ઝાટકા (Dahod Train Accident) સાથે એકબીજા પર ચડી જવા પામ્યા હતા. તેમજ માલગાડી રેલવે ટ્રેક પરથી ખડી પડી હતી. જેના કારણે અપ અને ડાઉન રેલવે લાઇનના પાટાઓને ભારે નુકસાન થવા પામ્યું હતું. તેમજ માલગાડીના ડબ્બા બંને ટ્રેક ઉપર વિખેરાયા હતા. મોટાભાગના ડબ્બાઓના પૈડા રેલવે ટ્રેકની આજુબાજુ વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા.

કોલસા ભરેલી માલગાડીએ લીધો અનોખો વેગ, ભારે થયું નુકસાન

આ પણ વાંચો : Western Railway Alert : વરસાદને લઈને રેલવે તંત્ર એલર્ટ, આ કામ કરી લીધું તો થયું એક જ નુકસાન

અકસ્માતના કારણે નુકશાન - અકસ્માતના પગલે રેલવે ટ્રેકની બાજુમાં લગાવેલી રેલવેની ઈલેક્ટ્રીક લાઇનને પણ (Freight Train Derailed in Gujarat) ભારે નુકસાન થયું હતું. મંગલ મહુડી રેલવે સ્ટેશનની અપ અને ડાઉન રેલવે લાઇનનો વીજ પ્રવાહ બંધ થયાની જાણ રેલવે કંટ્રોલને થઈ હતી. જે અકસ્માતની જાણ રેલવે કંટ્રોલને થતા રતલામ ડિવિઝનના ડી.આર.એમ વિનીત ગુપ્તા સહિત અધિકારીઓ મંગલ મંગલ મહુડી રેલ્વે સ્ટેશન દોડી આવી ઘટનાની તપાસ શરૂ કરી હતી અને રેલવે ટ્રેકના સમારકામમાં દાહોદ રતલામ અમદાવાદની રેલવેની ઈમરજન્સી ટીમ પણ કામે લાગી છે.

આ પણ વાંચો : વરસાદે કરી નાખ્યું રમણભમણ, વાહનચાલકોએ પણ ટ્રાફિક જવાન સાથે કરી માથાકૂટ

ટ્રેન વ્યવહાર ખોરવાયો - મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેનના ડબ્બા ખડી પડતા અંદાજે 38 ટ્રેનો રદ (Dahodna Mangal Mahudi Railway Station) કરાય હતી. રેલવેના અપ અને ડાઉન રેલવે ટ્રેક તેમજ ઈલેકટ્રીક લાઈનનો વીજ પ્રવાહ બંધ થતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો. ટ્રેન વ્યવહાર ખોરવાતા રેલવે વિભાગ દ્વારા બોમ્બેથી દિલ્હી જતી ટ્રેનોને વડોદરા, અમદાવાદ, પાલનપુર, ગઢ રતલામ થઈને રવાના કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીથી આવતી ટ્રેનોને ચિત્તોડગઢ, અમદાવાદ, વડોદરા થઈ બોમ્બે રવાના કરવામાં આવી હોવાનું રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી હેમરાજ મીણાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.