દાહોદઃ રાજ્ય સહિત દેશમાં વકરતા કોરોના વાઈરસને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવા સમયે ગુજરાત હાઇકોર્ટના ગાઈડ લાઈન મુજબ દાહોદની સબ જેલોમાં રહેલા સાત કાચા કામના કેદીઓને જામીનમુક્ત કરાયાં છે.
દેશમાં કોરોના વાઈરસે મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસને ડામવા માટે દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે.
ગુજરાત હાઇકોર્ટના આદેશથી દાહોદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જસ્ટિસ આર.એમ મોરાના માર્ગદર્શનમાં તેમજ ચીફ મેજિસ્ટ્રેટ જે.વી પરમારની ઉપસ્થિતિમાં ડી.એલ.એસ એસ સેક્રેટરી બીએ પટેલના સઘન પ્રયત્નો અનેે પેનલ લોયરની ઉપસ્થિતિમાં સાત કેદીઓના જામીન મુક્ત કરવામાં આવ્યા છે.
દાહોદ શહેરની જેલમાં વિવિધ ગુનામાં 73 કેદીઓ બંધ હતા. તેમાં સાત વર્ષ સુધીની સજાને પાત્ર રહેલા કાચા કામના કેદીઓ પૈકી સાત કેદીઓનેેેે બે મહિનાના કામચલાઉ જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ કેદીઓને મુક્ત કરતા પહેલા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સ્કેનિંગ કરાયું હતું. તેમજ લાયન્સ ક્લબ ઓફ ગોદી રોડ દ્વારા આ કેદીઓને રાશનની કીટ પણ આપવામાંં આવી હતી.