ETV Bharat / state

દાહોદની પોલીટેકનિકમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભરતી મેળાનું આયોજન - latest news of gujarat

દાહોદની પોલીટેકનિકમાં નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે શુક્રવારે સવારે નવ વાગ્યાથી ભરતી મેળો યોજાવાનો છે. જેમાં 1,134 ઉમેદવારોને નોકરીની તક મળશે. આ ઉપરાંત 32 જેટલી કંપનીઓ ભાગ લેશે. આ ભરતી મેળામાં સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

દાહોદ, પોલીટેકનિક
દાહોદની પોલીટેકનિકમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભરતી મેળાનું આયોજન
author img

By

Published : Feb 7, 2020, 4:03 AM IST

દાહોદ: શહેર અને જિલ્લાની કૉલેજોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે નોકરીની સુવર્ણ તકો ઉભી થઇ છે. નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન નોંધણી કરાવેલી હોય તેમના માટે ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે ભરતી મેળો રાખવામાં આવ્યો છે. જેમાં 1,134 ઉમેદવારોને નોકરીની તક મળશે. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા વિદ્યાર્થીઓ માટે સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, પહેલા એવું હતું કે માત્ર ઇજનેરી કૉલેજોમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ થતાં હતાં, પરંતુ હવે સરકારે નોલેજ કોન્સોર્ટીયમના માધ્યમથી તેનું વિસ્તરણ થયું છે અને આર્ટસ, કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે પણ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજ્યમાં એક સપ્તાહ સુધી ચાલશે. કેમ્પસ પ્લેસમેન્ટના કારણે વિદ્યાર્થીઓને નોકરીની તક ઘર આંગણે જ સાંપડે છે, તો ઇન્ટરવ્યુમાં અસફળ રહેનારા ઉમેદવારોને તેનો અનુભવ મળે છે અને પોતાનામાં ઘટતા આત્મવિશ્વાસ તથા ખામીઓ શોધવાનો અવસર પણ મળે છે.

દાહોદની પોલીટેકનિકમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભરતી મેળાનું આયોજન

કલેકટર ખરાડીએ ઉમેર્યું કે, દાહોદના ભરતી મેળામાં કુલ 1,872 ઉમેદવારોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. જેમાંથી 1,134 ઉમેદવારો ઉ૫સ્થિત રહેશે. જ્યારે 32 જેટલી વિવિધ કંપનીઓ તથા પેઢીઓએ આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાની છે. પસંદગી પામેલા ઉમેદવારોને નિયમોનુસારના વિવિધ લાભો જેવા કે પી.એફ., વાહન સુવિધા, રાહત દરે કેન્ટીનમાં ભોજન સહિતની સુવિધા સાથે 10થી 15 કે તેનાથી વધુ લાયકાત અનુસાર પગારની ઓફર કરવામાં આવશે.

Intro:દાહોદની પોલીટેકનિકમાં યોજાનારા ભરતી મેળામાં ૧૧૩૪ ઉમેદવારોને નોકરીની તકો મળશે

તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી પોલીટેકનિક ખાતે ભરતી મેળામાં સ્પોટ રજીસ્ટ્રેનની પણ વ્યવસ્થા, ૩૨ જેટલી કંપનીઓ ભરતી મેળામાં ઉપસ્થિત રહેશે

દાહોદ શહેર અને જિલ્લાની કોલેજીસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે નોકરીની સુવર્ણ તકી ઉભી થઇ છે. નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી ઓનલાઇન નોંધાયેલા છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર આવતીકાલ તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી અહીંની ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે રાખવામાં આવ્યો છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા છાત્રો માટે સ્પોર્ટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. Body:
          નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી ઓનલાઇન નોંધાયેલા છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી અહીંની ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે રાખવામાં આવ્યો છે જે સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, પહેલા માત્ર એવું જ હતું કે માત્ર ઇજનેરી કોલેજીસમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ થતાં હતાં. પણ, હવે સરકારે નોલેજ કન્સોર્ટીયમના માધ્યમથી તેનું વિસ્તરણ કર્યું છે અને આર્ટસ, કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીના છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ શરૂ કરી છે. આ ડ્રાઇવ રાજ્યભરમાં એક સપ્તાહ સુધી ચાલશે.
         તેમણે ઉમેર્યું કે, કેમ્પસ પ્લેસમેન્ટના કારણે છાત્રોને નોકરીની તકો ઘર આંગણે જ સાંપડે છે, સાથે ઇન્ટરવ્યુમાં અસફળ રહેનારા ઉમેદવારોને તેનો અનુભવ મળે છે અને પોતાનામાં ઘટતા આત્મવિશ્વાસ તથા ખામીઓ શોધવાનો અવસર પણ મળે છે. જેથી ભવિષ્યના ઇન્ટરવ્યુમાં સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.
         કલેકટર ખરાડીએ ઉમેર્યું કે, દાહોદના ભરતી મેળામાં કુલ ૧૮૭૨ નોકરીવાંચ્છુ ઉમેદવારો ઓનલાઇન નોંધણી કરાવી છે. જેમાંથી ૧૧૩૪ ઉમેદવારોએ ફેરમાં ઉ૫સ્થિત રહેવાનું નિયત કર્યું છે. ૩૨ જેટલી વિવિધ કંપનીઓ તથા પેઢીઓએ આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેવાનું કન્ફરમેશન આપ્યું છે. નોકરીદાતાઓ કુલ ૧૩૧૪ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવાના છે.પસંદગી પામેલા ઉમેદવારોને નિયમોનુસારના વિવિધ લાભો જેવા કે પી.એફ. વાહન સુવિધા, રાહત દરે કેન્ટીનમાં ભોજન સહિતની સુવિધા સાથે ૧૦થી ૧૫ કે તેનાથી વધુ લાયકાત અનુસાર પગારની ઓફર ઉમેદવારને કરવામાં આવશે.લાઇઝ ઇઝ નોટ બેડ ઓફ રોઝીસ એ અંગ્રેજી કહેવત ટાંકતા કલેક્ટરશ્રીએ કાલના મેળામાં સફળ થનારા છાત્રોએ અપીલ પણ કરી છે, એક નોકરી મળી એટલે તેમાં શીખવાનું ઘણુ મળે છે. શીખવા માટે સંઘર્ષ કરવો પડે છે. કંપની હોય ત્યાં રહેવું પડે છે. એની આ બાબતોને ધ્યાને લઇ માત્ર થોડા સમયમાં જ નોકરી છોડી દેવી જોઇએ નહી.અત્રે એ પણ નોંધવું જોઇએ દાહોદ પોલીટેકનિક ખાતે ગત વર્ષે યોજાયેલા ભરતી મેળા દરમિયાન પસંદગી પામેલા ૨૯૮ યુવાનો હાલમાં સફળતાપૂર્વક વિવિધ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે.
         Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.