દાહોદ: પશ્ચિમ રેલવે ઝોનના મધ્યપ્રદેશના રતલામ ડિવિઝનમાં આવેલા વર્કશોપના ડીઝલ શેડમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોરોનાવાયરસ સામે લડવાની નવી ટેકનીક અપનાવી છે. રતલામના ડીઝલ શેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કોરોનાવાયરસના સંક્રમણથી બચવા અને કર્મચારીઓને માટે સોશિયલ ડીસ્ટન્સ બની રહે તેવી પેન્ડલ ઓપરેટ હેન્ડ વોશ બનાવવામાં આવ્યું છે.


જેમાં પગથી પેડલ મારતા સેનેટ રાઈઝર હાથમાં આવશે જેનાથી હેન્ડ વોશ કર્યા બાદ બીજા પગે વોટર ડિસ્પેન્સરી મશીનને પગથી પેડલ મારતા ટાંકીમાંથી પાણીનો નળ ચાલુ થઇ જશે. ડીઝલ વિભાગના કર્મચારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનીકને રેલવે વિભાગના અધિકારીઓએ કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે.