ETV Bharat / state

દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સાર સંભાળ રાખતા કોરોના વોરિયર્સ એવા ડૉક્ટર, નર્સ તેમજ સ્ટાફ મિત્રોએ ગઈકાલે શનિવારે કોરોના વોર્ડમાં દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. જેમાં કોરોના વોરિયર્સે PPE પહેરી રાસ-ગરબા રમ્યા હતા.

દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા
દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા
author img

By

Published : May 2, 2021, 3:00 PM IST

  • ઝાયડસ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સે દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું
  • PPE પહેરી કોરોના વોરિયર્સે રાસ-ગરબા કર્યા
  • દર્દીઓનું મન પ્રફુલ્લીત રાખવા થયો પ્રયાસ
    દાહોદમાં PPE પહેરી કોરોના વોરિયર્સે કર્યા રાસ-ગરબા

દાહોદ: શહેર સહિત જિલ્લામાં હાલ કોરોનાના કેસો કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે, જિલ્લાવાસીઓ માટે જીવાદોરી સમાન એવી ઝાયડસ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે. ઝાયડસના તમામ બેડો હાઉસફૂલ થયા છે. આવા સમયે કોરોના વોરિયર્સ ગણાતા તબીબો, નર્સ તેમજ સ્ટાફ મિત્રોની કામગીરીમાં તેમજ જવાબદારીમાં અનેક ગણો વધારો પણ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા

કોરોના વોરિયર્સ ગરબે ઝૂમ્યા

દાહોદની ઝાયડસ હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રો નિરંતર અને નિસ્વાર્થ ભાવે પોતાની સેવા બજાવી રહ્યા છે, ત્યારે ગઇકાલે શનિવારે ઝાયડસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સ્ટાફ મિત્રો દ્વારા રાસ-ગરબા સહિતની રમઝટ બોલાવી હતી અને કોરોનાના દર્દીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું. આ સાથે પોતાના કામકાજના ભારણના થાકને પણ ઓછું કરવાના પ્રયાસો કરાયા હતા.

લોકોએ કોરોના વોરિયરિસની કામગીરી બિરદાવી

ગઇકાલે શનિવારના આ દ્રશ્યોને પગલે શહેરવાસીઓએ આ કોરોના વોરિયર્સને વધાવી લીધા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. હોસ્પિટલના સ્ટાફ કોરોના દર્દીઓ સાથે સુલેહ અને આનંદિત વાતાવરણ ઉભુ કરી રહ્યા છે. જેનાથી કોરોના દર્દીઓની માનસિક સ્થિતિ સાથે સાથે તેમનું આરોગ્ય પણ સારું રહે તેમજ જલ્દી તે સ્વસ્થ થઈ જાય તેવા પ્રયાસો પણ દાહોદના ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.