દાહોદ જિલ્લામાં મેઘ મહેરબાન થતાં ધરતીપુત્રોએ કીમતી બિયારણનું વાવેતર કરી સારા પાક થવાની આશા સેવી છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે કેટલાક વિસ્તારોમાં ખુશી તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ ધરતીપુત્રોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જિલ્લાના જે ગામોમાં વરસાદી ઝાપટાએ મહેર કરી છે, ત્યાં ખરીફ પાકોને જીવનદાનની આશા ખેડૂતો રાખી રહ્યા છે. જ્યારે હજી પણ કોરાધાકોર વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની નીતિના કારણે ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. જો કે વસરાદને કારણે શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી હતી.