ETV Bharat / state

બાળ લગ્નને લઇ તંત્ર સક્રિય, આંકલી ગામે બાળ લગ્ન અટકાવાયા - police

દાહોદઃ દેવગઢ બારીયાના આંકલી ગામે સગીર યુવકના લગ્ન કરવામાં આવી રહ્યા હોવાની દાહોદ બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીએ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેથી બાળ સુરક્ષા એકમ તાલુકાના અધિકારી પોલીસ સાથે લગ્ન સ્થળે પહોંચી બાળ લગ્ન અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

dahod
author img

By

Published : Jun 14, 2019, 9:57 AM IST

Updated : Jun 14, 2019, 1:10 PM IST

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના જુનાબારીયા ગામના જાગૃત નાગરીક દ્રારા તારીખ 12 જુને બપોરે 2.15 કલાકે લગ્નકંકોત્રી સાથે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, સહજિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે બાળલગ્ન બાબતની અરજી આપી હતી. જેમાં લગ્નવિધિ તા.13 જુને દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે સવારે 8.00 કલાકે રાખવાનું દર્શાવેલું હતું. જેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખાંટા ધ્વારા કચેરી તાલુકા સહાયકો તથા બાળ સુરક્ષા એકમ સાથે ટીમ બનાવી વહેલી સવારે બાળલગ્ન અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમા 13 જુને સવારે 6.45 કલાકે દેવગઢબારીયા તાલુકાના પોલીસ સ્ટેશનની મદદથી જુના બારીયા ખાતેના સ્થળે રૂબરૂ પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ પુછપરછમાં છોકરાની ઉંમરનો પુરાવો માંગતા જાણવા મળેલું કે, તેની ઉંમર 16 વર્ષ અને 11 માસ હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્રારા સગીરના લગ્ન મોકુફ રાખવા તેના મા બાપ, હાજર ગ્રામજનો, આગેવાનો,સંરપંચ, સગા-સંબધીઓ તમામને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની સમજ આપી હતી. બાળલગ્ન થવાથી બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર થાય છે અને ભણવાની ઉંમરે લગ્ન કરાવી તેમના ભવિષ્યને અંધારામાં ન મુકવું જોઇએ. તથા સારું ભણતર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઇએ. ભવિષ્યમાં આસપાસના વિસ્તારમાં બાળલગ્ન ન થાય તે બાબતની તકેદારી રાખી અને છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યાર બાદ જ લગ્ન કરવા એ કાયદેસર છે તેમ દાહોદ અધિકારી આર.પી. ખાંટે સલાહ આપી બાળલગ્ન અટકાવ્યા હતા.

R_gj_dhd_01_14_balalagna_av_maheshdamor
બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી આર.પી.ખાંટાની રાહબરી હેઠળ ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે બાળલગ્ન અટકાવવામાં આવ્યા
 
દાહોદ, દેવગઢ બારીયાના આટલી ગામે સગીર યુવકના લગ્ન કરવામાં આવી રહ્યા હોવાની દાહોદ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની કચેરી એ જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરાઇ હતી જેથી બાળ સુરક્ષા એકમ તાલુકાના અધિકારી પોલીસ સાથે લગ્ન સ્થળે પહોંચી બાળ લગ્ન અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના જુનાબારીયા ગામના  જાગ્રૃત નાગરીક દ્રારા તારીખ ૧૨ જુનના રોજ બપોરે ૨.૧૫ કલાકે લગ્ન કંકોત્રી સાથે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની  કચેરી ખાતે બાળલગ્ન બાબતની અરજી આપી હતી. જેમાં લગ્નવિધિ તા. ૧૩ જુન ના રોજ દેવગઢબારીયા તાલુકાના આંકલી ગામે સવારે ૮.૦૦ કલાકે રાખવાનું દર્શાવેલ હતું. જેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખાંટા ધ્વારા કચેરી તાલુકા સહાયકો તથા બાળ સુરક્ષા એકમ સાથે રાખી ટીમ બનાવી વહેલી સવારે બાળલગ્ન અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા ૧૩ જુનના રોજ સવારે ૬.૪૫ કલાકે દેવગઢબારીયા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી જુના બારીયા ખાતેના સ્થળે રૂબરૂ પહોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુછપરછમાં છોકરાની ઉંમરનો પુરાવો માંગતા જાળવા મળેલ કે તેની ઉંમર ૧૬ વર્ષ અને ૧૧ માસ થતી હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી દ્રારા સગીરના લગ્ન મોકુફ રાખવા તેના મા બાપ, હાજર ગ્રામજનો અને આંગેવાનો, સંરપંચ, સગાસંબધીઓ તમામને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની સમજ આપી હતી. બાળલગ્ન થવાથી બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર થાય છે. બાળકની ભણવાની ઉંમર એ લગ્ન કરાવી તેમના ભવિષ્યને અંધારામાં ન મુકવું જોઇએ. તથા સારામાં ભણતર આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવણ બનાવવું જોઇએ. ભવિષ્યમાં કે આસપાસના વિસ્તારમાં બાળલગ્ન ન થાય તે બાબતની તકેદારી રાખી અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ થાય ત્યાર બાદ જ લગ્ન કરવા એ કાયદેસર છે અન્યથા ઉકત ઉમરથી ઓછી ઉંમરે થતા બાળલગ્ન અટકાવવા જોઇએ તેમ જણાવવામાં આવ્યુ હતું. દાહોદ જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  આર.પી.ખાંટાએ જણાવ્યું હતું

Last Updated : Jun 14, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.