- કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો
- રાજ્ય સરકારે પણ બન્નેમાં વધું 7-7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો
- પાડોશી રાજ્યોના લોકો પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવી રહ્યા છે ગુજરાત
દાહોદ : તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. જ્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ બન્નેના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની (Petrol Price IN Gujarat) કિંમત ઘટીને 100ની નીચે આવી ગઈ હતી.
પાડોશી રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાથી વધારે
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો, ત્યાં પેટ્રોલ-ડીઝલ બન્નેની કિંમત 100 રૂપિયાથી વધારે છે. જેના કારણે ગુજરાત બોર્ડરની આસપાસના મધ્યપ્રદેશવાસીઓ પેટ્રોલ ભરાવવા માટે ગુજરાતના સીમાંત જિલ્લા દાહોદમાં આવતા થયા છે.
બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 11.92 રૂપિયાનો ફર્ક
ગુજરાતના દાહોદમાં મધ્યપ્રદેશ કરતા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઓછો હોવાથી લોકો ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા આવે છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા બન્ને જિલ્લા દાહોદમાં 96.30 (પેટ્રોલ), 90.30 (ડીઝલ)નો ભાવ છે અને જબુઆ જિલ્લામાં 108.22 (પેટ્રોલ), 91.79 (ડીઝલ)નો ભાવ છે, આથી બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 11.92 રૂપિયા અને ડીઝલમાં 1.49 રૂપિયાનો તફાવત છે.
પાડોશી રાજ્યના લોકો ગુજરાત તરફ
ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર દાહોદ જિલ્લાના જાલદ ગામે આવું જ એક પેટ્રોલ પંપ છે, જ્યાં ગુજરાત તો ઠીક, પરંતુ મધ્યપ્રદેશના લોકો વધારે પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપ માલિક સુનીલભાઈના જણાવ્યા પ્રમાણે, દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરખામણીએ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ સરેરાશ 2 રૂપિયા સસ્તું છે. જેના કારણે અમારા પેટ્રોલ પંપ પર લોકોની સંખ્યા 10 ટકા વધી ગઈ છે. જો આગામી સમયમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમત આ પ્રકારે જ રહી તો મધ્યપ્રદેશના લોકોના ધસારો વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: