ETV Bharat / state

'ગરીબોની કસ્તુરી'ના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, દિવાળી સુધી ડુુંગળી વધુ મોંઘી થવાની શક્યતાઓ - Etv Bharat

દાહોદ: ગરીબોની કસ્તુરી સમી ડુંગળીની દાહોદ જિલ્લામાં આવક ઓછી થઈ છે. જેના કારણે બજારમાં તેના ભાવ ઊંચકાયા છે. પખવાડિયા પહેલા 25 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલ બજારમાં 60થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે, ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ડુંગળીનો ભાવ 80થી 100 રૂપિયા સુધી છૂટક માર્કેટમાં જવાની વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

Etv Bharat
author img

By

Published : Sep 24, 2019, 9:08 AM IST

Updated : Sep 24, 2019, 10:01 AM IST

દાહોદ સહિત રાજ્યમાં પખવાડિયા દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. 15થી 20 રૂપિયામાં 500 ગ્રામ મળતાં શાકભાજી 70 થી 80 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે લીલા શાકભાજી ખરીદવા તે દીવાસ્વપ્ન સમાન બન્યુ છે. નાસિક માર્કેટમાં ડુંગળીના ભાવ વધતાં દાહોદમાં તેની આવકમાં ઘટાડો થવાંની સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં પણ બેથી અઢી ઘણો ઉછાળો આવ્યો છે.

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દાહોદમાં 60થી 70 રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું છૂટક વેચાણ ચાલી રહ્યું છે. ડુંગળીના ભાવમાં થયેલા ધરખમ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાંથી દૂર થવા લાગી છે. આવનાર સમયમાં પણ ડુંગળીના ભાવો ઘટવાની આશા જોવાતી નથી. શાકમાર્કેટના વેપારીઓનું માનીએ તો દિવાળી સુધીમાં ડુંગળીના ભાવ 100રૂપિયાને આંબી જવાની શક્યતા રહેલી છે. જેથી તહેવાર ટાણે લોકોને ડુંગળી ફરીવાર રાતા પાણીએ રડાવે તો નવાઈ નહીં.

Intro:ગરીબોની કસ્તુરી ડુંગળી પખવાડિયામાં જ અઢી ગણા ભાવે વેચાણ દિવાળી સુધી ૮૦ થી ૧૦૦ રૂપિયા વેચવા ની શક્યતા

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ને દાહોદ જિલ્લામાં આવક ઓછી થતાં જ બજારમાં તેના ભાવ ઊંચકાયા છે પખવાડિયા પહેલા 25 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હાલ બજારમાં 60 થી 70 રૂપિયાના ભાવે વેચાણ થઇ રહી છે નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ડુંગળીનો ભાવ 80થી 100 રૂપિયા સુધી છૂટક માર્કેટમાં જવાની વેપારીઓ શક્યતા નિહાળી રહ્યા છે

Body:રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પખવાડિયા દરમિયાન વરસેલા ભારે વરસાદ બાદ લીલા શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે 15 થી 20 રૂપિયા 500 ગ્રામ મળતા શાકભાજી ૭૦ થી ૮૦ રૂપિયે કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે લીલા શાકભાજી ખરીદવા અસહ્ય થઈ પડ્યા છે ત્યારે નાસિક માર્કેટમાં ડુંગળીના ભાવો વધતાં દાહોદમાં તેની આવક માં ઘટાડો થવાની સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ પખવાડિયામાં જ ભાવમાં બેથી અઢી ઘણા ઉછાળો આવ્યો છે દાહોદ જિલ્લા માં ૬૦ થી ૭૦ રૂપિયે કિલોના ભાવે છૂટક બજારમાં વેચાઈ રહી છે ડુંગળીના ભાવમાં થયેલા ધરખમ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાથી દૂર થવા પામી છે આવનાર સમયમાં પણ ડુંગળીના ભાવો ઘટવાની આશા જોવાતી નથી શાકમાર્કેટના વેપારીઓનું માન્ય તો દિવાળી સુધીમાં ડુંગળીના ભાવ સો રૂપિયાને આંબી જવાની શક્યતા રહેલી છે જેથી તહેવાર ટાણે લોકોને ડુંગળી ફરીવાર રાતા પાણીએ નવડાવે તો નવાઈ નહીં

બાઈક રાજુ રાઠોડ

છૂટક માલ વેચનાર વેપારી~ લાડુ ભાઈ

દાહોદ શાકભાજી અને ફ્રુટ માર્કેટ ના વેપારી મોહનભાઈ

દાહોદ શાકભાજી અને ફ્રુટ માર્કેટ ના વેપારી લલીતભાઈ

Conclusion:
Last Updated : Sep 24, 2019, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.