દાહોદના કોરોના સંક્રમિત બે યુવાનને સ્વસ્થ થતાં રજા અપાઇ
જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા 15 થઇ
મીડિયા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાહોદ શહેરના ગોદી રોડના 32 વર્ષીય યુવાન કુંદનભાઇ રતનભાઇ અને ઝાલોદ તાલુકાના 21 વર્ષીય યુવાન સુખરામભાઇ બાબુભાઇ નિનામા સઘનને સારવાર બાદ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે.
શુક્રવારના રોજ 132 કોરોના સેમ્પલના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 131 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેમાં સાબીર ભાભોર નામના પત્રકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 61 છે. જ્યારે 45 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. તેમજ 1 દર્દીનું વડોદરા ખાતે મોત થયું છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 15 છે.