દાહોદઃ એક સાથે 7 કોરોના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પરીક્ષણમાં મોકલેલા 162 સેમ્પલોના પરિણામો આવ્યા હતાં. જેમાંથી આ 7 પોઝિટિવ કેસથી આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ 7 દર્દીઓને હાલ દાહોદની કોવિડ-19 હોસ્પિટલ ઝાયડ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
દાહોદમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો આંકડો વધતો જાય છે. જેના પગલે આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદમાં વધતા કોરોના કેસના પગલે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આવા સમયે સામવારે એક સાથે 7 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
7 કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. આમ દાહોદમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો અંદાજીત 70 અને એક્ટિવ કેસોની સંખ્યા 23ની આસપાસ પહોંચી છે.