દાહોદઃ એક વર્ષ અગાઉ નઢેલાવ ગામની યુવતીના લગ્ન ઝરીખરેલી ગામે થયા હતા. ગરબાડા તાલુકાના ઝરીખરેલીમાં તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તેમ કહી પતિ એજ પોતાની પત્નીને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારવાની ઘટનાના પગલે સમગ્ર પંથક ભારે ચકચાર મચી જવા પામી હતી.
મૃતક યુવતીના પિત ની ફરિયાદના આધારે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને યુવતીના મૃતદેહને પોસ્ટમર્ટમ માટે દવાખાને મોકલવામાં આવ્યો હતો.
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના આંબલી ફળિયામાં રહેતા મલસીંગભાઈ માનસીંગભાઈ ભાભોરની પુત્રી શિતલબેન ઉ.વ.૨૨ ના લગ્ન વર્ષ પહેલા જ ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામના પરેશભાઈ હેમરાજ કટારા સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમયમાં બંને વચ્ચે કોઇ સંબંધ ન હોવાની ફરિયાદ તેણી પોતાના પરિવારને કરતી હતી અને તેમનું લગ્ન જીવન સુખી ન હતું. જેથી પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
જે બાદ કોરોના વાઇરસના પગલે છોકરી જમાઈ કામે ગયા ન હતા અને ઘરે જ રહેતા હતા. તે દરમિયાન સાંજના સાતેક કલાકના અરસામાં જમાઈ પરેસનો ફોન શિતલના ભાઈ વિકેશ ઉપર આવ્યો અને કહ્યું કે, શિતલને કઈક થઈ ગયું છે અને ૧૦૮ મારફતે તેને ગરબાડા દવાખાને લઈ જઇએ છીએ. જેથી શિતલના પરિવારજનો તાત્કાલિક ગરબાડાના સરકારી દવાખાને પહોંચ્યા હતા. જે બાદ તેના પિતાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ગળેટૂંપો આપી મારી નાખી હોવાની શંકા વ્યક્ત કરી છે.હાલ પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.