દાહોદઃ દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા સહિત 198 લોકોના સેમ્પલો પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા હતા. જેમાંથી 192 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા, જ્યારે છ સેમ્પલ પરીક્ષણમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તમામને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
વૈશ્વિક કોરોના મહામારીને નાથવા સરકારના સતત પ્રયાસ છતાં પણ કોરોના વાઈરસ દાહોદ જિલ્લામાં પણ રેડ ઝોન તરફ પ્રયાણ કરી રહ્યો છે. દાહોદમાં મસતી આવેલા કુરેશી પરિવારના સંપર્કમાં આવેલા તેમના પાડોશી સહિતના લોકોને તંત્ર દ્વારા ક્વોરનટાઈન કરવામાં આવ્યાં છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા 198 લોકોના સેમ્પલો પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
આ સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ થઈને આવતાં 192 સેમ્પલ કોરોના નેગેટિવ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે છ લોકોના સેમ્પલો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોરોનાગ્રસ્ત કુરેશી પરિવારના પાડોશી એવા સુરૈયાએ પઠાણ મથુર ભાઈ પઠાણ એજાજ પઠાણ તેમજ ગરબાડા તાલુકાના નેલસુર ગામને ગીતાબેન ભુરીયા અને દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા અકબરુદીન કાજીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં કુલ 18 કોરોના પોઝિટિવના કેસો નોંધાતા ખળભળાટ મચી ગયો છે.