દાહોદઃ દાહોદમાંં કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો કુલ આંક 877ને પાર થયો છે. જ્યારે એક્ટિવ કેસો 222 તેમજ કોરોનાને કારણે અત્યાર સુધી 52 લોકો મૃત્યુ પામ્યા છે.
દાહોદ જિલ્લામાં કોરોના રેપીટ ટેસ્ટ મળી કુલ 12 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં નરસુભાઈ ભીમાભાઈ ડામોર, સાતરાબેન મદનલાલ બારવાસી, દીપીકાબેન રિતેષભાઈ સોની, લખારા નિખીલ અશોકભાઈ અને નથવાણી રૂચીરામ છેલારામ સહિત અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
કોરોનાથી પ્રભાવિત થયેલા લોકોના સંપર્કમાં આવતા લોકોનુ ટેસ્ટિંગ કરવાની આરોગ્ય તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.