દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સ્નેહમિલનમા પત્રકારો અને જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ વચ્ચે હુફાળો સંવાદ થયો હતો. દાહોદ જિલ્લા માહિતી કચેરીના સહયોગથી યોજવામાં આવેલાઆ સમારોહમાં ઉપસ્થિત રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ જણાવ્યું હતું.
દાહોદ જિલ્લાના વિકાસમાં સ્થાનિક મીડિયાકર્મીઓની અસરકારક અને સકારાત્મક ભૂમિકા રહી છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. તેને શાસનતંત્ર દ્વારા પ્રતિભાવ પણ આપવામાં આવે છે. અત્યારે વિકાસ પ્રત્યાયનનો સમય છે. ત્યારે તેમાં પણ સ્થાનિક પત્રકારો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ બાબતને તેમણે ભારોભાર પ્રશંસા કરી હતી. દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યા છે.