દાહોદઃ વિશ્વભરમાં કોરોના વાઇરસે આતંક મચાવ્યો છે. આ વાઇરસના સંક્રમણને લીધે ભારત સહીત વિશ્વના કેટલાક દેશો લોકડાઉન કરી દેવામાં આવ્યા છે, ત્યારે વિદેશથી પરત આવેલા લોકોની આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોરોના વાઇરસના જરૂરી ચકાસણી કરી હોમ કોરોન્ટાઇનમાં મોકલી દેવામાં આવે છે.
તાલુકાના ખરોદા ગામનો રહેવાસી 35 વર્ષીય કમલેશ નવલસીંગ બામણીયા 19 માર્ચના રોજ દુબઇથી વડોદરા આવ્યો હતો. ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે ચકાસણી કરી તેણે 14 દિવસના હોમ કોરોન્ટાઇનમાં મોકલી દીધો હતો
આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇનમાં મુકેલા વ્યક્તિની દેખરેખ માટે ગઈ હતા, ત્યારે આરોગ્ય વિભાગ તેમજ પોલિસતંત્રને જાણકારી મળેલી કે, ખરોદા ગામનો કમલેશ હોમ કોરોન્ટાઇનમાંથી નાશી ગયો છે, ત્યારબાદ પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે કમલેશની શોધખોળ કરી તેણે ગરબાડા ખાતેથી ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી પાછો હોમ કોરોન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યો હતો.
ખરોદા ગામનો કમલેશ નવલસીંગ બામણીયા હોમ કોરોન્ટાઇનમાંથી નાશી ગયા બાદ ગરબાડા જઈ ત્રણ જેટલાં લોકોના સંપર્કમાં આવ્યાંનો જાણકારીઓ મળતા આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે કમલેશના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરી તેઓને પણ 14 દિવસના હોમ કોરોન્ટાઇનમાં રાખ્યા હતા.