ETV Bharat / state

દાહોદની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો - રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડ ન્યૂઝ

દાહોદઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત દાહોદના પીપેરા ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેમાં જિલ્લાની 5360 શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે.  આ કાર્યક્રમ રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિદ્યાર્થી સહિત જિલ્લાકક્ષાના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

દાહોદની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો
દાહોદની શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Nov 26, 2019, 12:11 PM IST

પીપેરા ગામમાં ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં તપાસ કાર્યક્રમનો પ્રારંભ રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડના હસ્તે કરાયો હતો. જેમાં આરોગ્ય તપાસ કાર્યક્રમની જાણકરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાની 5360 શેૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં 18 વર્ષ સુધીના 8.50 લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ અને રેફરેલ સેવાઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં રાજ્યપ્રધાન ખાબડેએ જણવાવ્યું હતું કે, "આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે. પહેલા શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની ચિંતા કોઇને નહોતી. પરંતુ આજની સરકાર બાળકોના હિતમાં અનેક નિર્ણયો લઈ રહી છે. જેમાનો આ એક મહત્વનો નિર્ણય છે."

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસિંગ પટેલ અને અગ્રણી પ્રદીપસિંહ મોહનિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ત્યારબાદ હદયરોગમાંથી મુક્ત થયેલાં બાળકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી પ્રતાપસિંહ લવારિયા, અભેસિંહ, ગોપસિંહ, દિનેશભાઇ, બી. કે. ચૌહાણ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. અતીત રાઠોડ સહિતના અનેક લોકો હાજર રહ્યાં હતા.

Intro:દાહોદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડ

જિલ્લાની ૫૩૬૦ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષ સુધીના ૮.૫૦ લાખ છાત્રોના આરોગ્યની તપાસ અને રેફરલ સેવાઓ આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા દાહોદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા આઠ પોઇન્ટ ૫૦ લાખ વિદ્યાર્થીઓ ના આરોગ્યની તપાસણી તેમજ રેફરલ સેવાઓ આપવામાં આવનાર છે આ શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ નું રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્ય પ્રધાન ખાબડે કહ્યું કે, આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
Body:
દાહોદ જિલ્લામાં બે માસ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના પીપેરો ગામની રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જિલ્લાની ૫૩૬૦ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષ સુધીના ૮.૫૦ લાખ છાત્રોના આરોગ્યની તપાસ અને રેફરલ સેવાઓ આપવામાં આવશે.
ઉક્ત કાર્યક્રમને પ્રારંભ કરાવતા રાજ્ય પ્રધાન ખાબડે કહ્યું કે, આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
પહેલા શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ચિંતા કોઇને નહોતી. પણ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તમામ બાળકોના આરોગ્યની તપાસણી થાય છે. જેમાં ગંભીર રોગ હોય તો તેની સરકારના ખર્ચે સારવાર કરાવવામાં આવે છે.
રાજ્ય પ્રધાને શાળા આરોગ્ય તપાસણીનું કેલેન્ડર બનાવી, જે દિવસે શાળામાં આ કાર્યક્રમ હોય ત્યારે સો ટકા હાજરી હોય તે બાબતની ચોક્કસાઇ કરી લેવા પ્રેરક સૂચન કર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ પારગીએ કહ્યું કે, જિલ્લા પંચાયત દ્વારા દાહોદના ગ્રામીણ નાગરિકોને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન કોઇ બાળકને ગંભીર બિમારી જણાશે તો તેમને વધુ સારવાર માટે સારા દવાખાનામાં મોકલવામાં આવશે.
આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસિંગભાઇ પટેલ તથા અગ્રણી પ્રદીપસિંહ મોહનિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. આર. પરમારે કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી.
ગત્ત વર્ષના કાર્યક્રમ દરમિયાન તૂટેલા હોઠ તથા હદય રોગમાંથી મુક્ત થનારા બાળકનું મહાનુભાવે અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ અગ્રણી પ્રતાપસિંહ લવારિયા, અભેસિંહ, ગોપસિંહ, દિનેશભાઇ, બી. કે. ચૌહાણ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.