દાહોદ: જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ સિંગવડ તાલુકામાં રૂ. 240 લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત હતું. ત્યાર બાદ સંજેલી તાલુકાના અણિકા ગામે અત્યાધુનિક નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થાનું લોકાપર્ણ કર્યું હતું. આ ઔધોગિક તાલીમ સંસ્થા રૂ. 446.91 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેમાં 1167.34 ચો.મી. ના ગ્રાઉન્ડ ફલોર અને 1140.86 ચો.મી. ના ફસ્ટ ફલોર તૈયાર કરવામાં આવ્યો છે.
- સિંગવડ તાલુકામાં રૂ. 240 લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
- સંજેલીના અણિકા ગામે 2000 મેટ્રિક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ
- અંતરીયાળ ગામના વિદ્યાર્થીઓ માટે વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બનશે ITI - ગણપત વસાવા
તેમજ ગ્રાઉન્ડ ફલોર પર વર્કશોપ રૂમ નં. 1 થી 6, પ્રિન્સીપાલ રૂમ, વહીવટી રૂમ, સ્ટોર રૂમ, ઇલેકટ્રીક રૂમ, ટોયલેટ બ્લોકસ, વોટર કુલર રૂમ અને પ્રથમ માળે વર્કશોપ રૂમ નં. 7 થી 9, થીયરી રૂમ નં. 1 થી 8, ઓડીયો વિઝ્યુલ રૂમ, ટોયલેટ બ્લોકસ, વોટર કુલર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમ્પ, આંતરીક રસ્તાઓ, પાર્કીગ શેડ અને બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું કે, આ અત્યાધુનિક ભવન અંતરીયાળ ગામડાના વિદ્યાર્થીઓ માટે સોનેરી ભવિષ્યનું નિર્માણ કરશે. આ ઔધોગિક તાલીમ સંસ્થા વિદ્યાર્થીઓને વિવિધ કૌશલ્ય મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરવામાં મોટી મદદ કરશે.
આ ઉપરાંત વસાવાએ સંજેલીના અણિકા ગામે 2000 મેટ્રિક ટનની ક્ષમતાના ગોડાઉનના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ગોડાઉનનું બાંધકામ રૂ. 239.45 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, દાહોદે કર્યું છે. આ પ્રસંગે ઔધોગિક તાલીમ સંસ્થા સંજેલી ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજ, કાર્યપાલક ઇજનેર આર.વી. પટેલ ઉપરાંત પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.