ETV Bharat / state

ફિટ ઈન્ડિયા રન મુવમેન્ટમાં દાહોદવાસીઓ ઉત્સાહભેર જોડાયા - નરેન્દ્ર મોદી

દાહોદ: જિલ્લાના નગરપાલિકા ચોક મુકામે પ્રશાસન દ્વારા ફિટ ઇન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફીટ ઇન્ડિયા મુવમેન્ટનો ઉદ્દેશ સમજાવ્યા બાદ વિજય ખરાડી દ્વારા કર્મચારી અને વિદ્યાર્થીઓની હેલો રેલીને ગ્રીન ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નગરજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું.

ફિટ ઈન્ડિયા રન મુવમેન્ટમાં દાહોદવાસીઓ ઉત્સાહભેર જોડાયા
author img

By

Published : Aug 29, 2019, 11:25 PM IST

દાહોદ નગરપાલિકા ચોક મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલી ફિટ ઈન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જ્યાં કલેક્ટર વિજયકુમાર ખરાડીએ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પાછળનો હેતુ સ્વાગત પ્રવચનમાં સમજાવ્યો હતો. લોકો પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અંગ કસરત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. ફિટ ઈન્ડિયા રેલીને મહાનુભાવોએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ફિટ ઇન્ડિયા રન રેલી નગરપાલિકાથી કોર્ટ રોડ, ફાયર સ્ટેશન, યાદગાર ચોક, સરસ્વતી સર્કલ, ભગિની સમાજ સર્કલ, નવજીવન શાળા, ત્રિવેણી ગ્રાઉન્ડ રોડ થઇ સિટી ગ્રાઉન્ડમાં પહોંચી હતી. દાહોદ નગરપાલિકા દ્વારા સિટી ગ્રાઉન્ડ ખાતે બેડમિંટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં છાત્રોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. આ બન્ને રમત રમવાથી શરીરના મહત્તમ અંગોની કસરત થઇ જાય છે. વળી, બેડમિંટનના સાધનો વ્યક્તિગત રીતે ખરીદવા સરળ હોવાથી કોઈ પણ નાગરિક તેને સરળતાથી રમી શકે છે.

ફિટ ઈન્ડિયા રન મુવમેન્ટમાં દાહોદવાસીઓ ઉત્સાહભેર જોડાયા

આ ઉપરાંત પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નગરજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર, નગરપાલિકા પ્રમુખ અભિષેકભાઈ મેડા, નગરસેવક ઓનિવાસી જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, એનડીઆરએફ અને પોલીસ દળ, અગ્નિશામક દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:દાહોદના નગરજનો વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં ઉત્સાહભેર જોડાયા

વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા, તંદુરસ્તી માટે નગરજનો સંકલ્પબદ્ધ થયા
દાહોદ , દાહોદ નગરપાલિકા ચોક મુકામે પ્રશાસન દ્વારા ફિટ ઇન્ડિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ફીટ ઇન્ડિયા મુવમેન્ટ નો ઉદ્દેશ સમજાવ્યા બાદ જિલ્લા સમાહર્તા વિજય ખરાડી દ્વારા કર્મચારી અને વિદ્યાર્થીઓની હેલો રેલીને ગ્રીન ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.બાદમાં પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નગરજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું
         
Body:દાહોદ નગરપાલિકા ચોક મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા .જ્યાં કલેક્ટર વિજયકુમાર ખરાડીએ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પાછળનો હેતું સ્વાગત પ્રવચનમાં સમજાવ્યો હતો. અને પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અંગ કસરત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. ફીટ ઇન્ડિયા રેલીને મહાનુભાવોએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સહભાગી થયેલા નગરજનોએ રનિંગ કરી તંદુરસ્તી માટે વોકિંગ અને રનિંગ કેટલું મહત્વનું છે ? તેનો સંદેશો આપ્યો હતો. ફિટ ઇન્ડિયા રન નગરપાલિકાથી કોર્ટ રોડ, ફાયર સ્ટેશન, યાદગાર ચોક, સરસ્વતી સર્કલ, ભગિની સમાજ સર્કલ, નવજીવન શાળા, ત્રિવેણી ગ્રાઉન્ડ રોડ થઇ સિટી ગ્રાઉન્ડમાં પહોંચી હતી.દાહોદ નગરપાલિકા દ્વારા સિટી ગ્રાઉન્ડ ખાતે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમા છાત્રોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. આ બન્ને રમત રમવાથી શરીરના મહત્તમ અંગોની કસરત થઇ જાય છે. વળી, બેડમિન્ટના સાધનો વ્યક્તિગત રીતે ખરીદવા સરળ હોવાથી કોઇ પણ નાગરિક તેને સરળતાથી રમી શકે છે. આ ઉપરાંત, શરીર સૌષ્ઠવવાંચ્છુઓને વિવિધ પ્રકારની અંગ કસરત અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
         બાદમાં પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નગરજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર, નગરપાલિકા પ્રમુખ અભિષેકભાઇ મેડા, નગરસેવક ઓનિવાસી જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, એનડીઆરએફ અને પોલીસ દળ, અગ્નિશામક દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.