દાહોદ : નગરપાલિકા ભવનમાં આવેલા સભાખંડમાં બજેટ માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ કરવા માટે યોજવામાં આવ્યો હતો. જેથી નગરપાલિકા પ્રમુખ મેડાએ સભાખંડમાં ઉપસ્થિત તમામનું સ્વાગત કરી બજેટ પત્ર રજૂ કર્યું હતું.
આ બજેટમાં 2019ની આવક અને ખર્ચની તમામ વિગતોના આધારે વર્ષ 2020-21 દરમિયાન 76,56,36000ની આવક થવાનો અંદાજ મૂકી અને તેની સામે ઉઘડતી સિલક 1,80,82,009 ઉમેરી કુલ 1,38,37,17,009 થાય છે. તેની સામે 1,30,25,45,000નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આમ, 8,11,72,009 રૂપિયાની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતું. નવા નાણાકીય વર્ષમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવાની જાહેરાત પણ કરવામાં આવે તે બજેટ મંજૂર થતાંની સાથે વિપક્ષી નેતાઓએ શહેરમાં ફાઇનલ પ્લોટના મુદ્દે સવાલો ઉભા કર્યા હતા, પરંતુ તેમને કોઇ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો અને શાસક પક્ષના સભ્યો સભાખંડમાંથી ચાલી નીકળ્યા હતા. પિક્ચર આમ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પુરાંતવાળું બજેટ નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.