દાહોદઃ શહેરના મંડાવાવ રોડ પર આવેલી ફરસાણની ફેક્ટરીમાં મધરાત્રે દરમિયાન અકસ્માતે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગના ધૂમાડા તેમજ જ્વાળાઓના કારણે આસપાસના વિસ્તારના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આસપાસના લોકોને સુરક્ષિત ખસેડ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. ત્યાં સુધીમાં ફેક્ટરીમાં ફરસાણ બનાવવા માટે લાવેલો સરસામાન તેમજ તૈયાર થયેલો મુદ્દામાલ આગની ઝપેટમાં બળીને રાખ થઈ ગયો હતો. જેના કારણે ફેક્ટરી માલિક ને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.