દાહોદઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ઈદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા આ વખતે સાદાઈથી તેમજ સોશીયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. ઘરમાં જ રહી સુરક્ષિત રહેવામા સંદેશા સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરમાં નમાઝ અદા કરી વિશ્વ સહિત ભારત દેશને કોરોનાના કહેરથી સુરક્ષિત રાખવા ઈબાદત કરી હતી.કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા આ વખતે ઈદની સાદાઈથી તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી.
ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી દાહોદમાં સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી લોકડાઉં 4ના નિયંત્રણ અને બજારો ખુલ્લા રાખવા માટે અપાયેલી છૂટછાટ વચ્ચે આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે ઇદગાહ તેમજ શહેરની મસ્જિદોમાં સમૂહમાં નમાજ અદા કરવા ઉપર પ્રતિબંધ હોવાથી મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ નમાજ અદા કરીને સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી.
શહેરના મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને અગ્રણીઓ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર નિમિતે ઘરમાં રહીને જ ઇદની નમાઝ અદા કરવાની અપીલને મુસ્લિમ બિરાદરોએ પાળી હતી અને આ મહામારી ફેલાવતા કોરોના વાઇરસ જેવા ચેપી રોગથી સમગ્ર દેશ અને દુનિયાના માનવી નાગરિકોને મુક્ત કરી માનવ સમાજને તંદુરસ્ત અને સ્વસ્થ રાખે અને દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તેવી ખુદા પાસે દુઆ માંગી હતી.