દાહોદ તાલુકાના ટાંડા ગામે સાલાપાડા નજીક નાકાબંધી કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડી દ્વારા આવતા જતાં તમામ નાના મોટા વાહનોની તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન નંબર વગરની મોટરસાઈકલ પર સવાર રસુલ વીછીંયાભાઈ ભુરીયા રહેવાસી ઉંડાર ગામ તેમજ ગોવિંદ ચુનીયાભાઈ મેડા રહેવાસી ઝરીખુર્દ તાલુકે દાહોદના મળી બંન્ને શંકાસ્પદ લાગ્યા હતા.
પોલિસે બંન્ને અટકાયત કરી હતી અને પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા તેઓની અંગ કપાસ કરતા એક દેશી બનાવટની પિસ્તોલ તેમજ ચાર જીવતા કારતુષ મળી આવતા પોલિસે મોટરસાઈલ પણ જપ્ત કરી ઉપરોક્ત બંન્નેને જેલ ભેગા કર્યા હતા.
ઉપરોક્ત બંન્નેના ગુનાહીત ઈતિહાસ તરફ નજર કરવામાં આવે તો રસુલે અગાઉ સંતરામપુર ખાતે ધાડના ગંભીર ગુનાને તેના સાગરિતો સાથે અંજામ આપ્યો હતો. પોલિસે બંન્નેની હાલ સઘન પુછપરછ કરી રહી છે અને પુછપરછમાં વધુ હકીકતો બહાર આવે તેવુ લાગી રહ્યું છે.