ETV Bharat / state

Panam River Flood: પાનમ નદીમાં પૂર આવતા 4 યુવાનો ફસાયા, NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ - પાનમ નદીમાં પૂર

દાહોદમાં છેલ્લા 36 કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. દેવગઢ બારીયાની પાનમ નદીમાં ઘોડાપૂર આવતા ચાર યુવકો ફસાઈ ગયા હતા. જેના બચાવ અર્થે ફાયર ફાયટર અને પોલીસ તાત્કાલિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

Panam River Flood
Panam River Flood
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 4:44 PM IST

NDRFની ટીમ દ્વારા પાનમ નદીના પૂરમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્કયુ

દાહોદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જિલ્લાની અંદર છેલ્લા 36 કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે પાનમ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે વહેવા લાગી હતી. ત્યારે દેવગઢબારિયા તાલુકા ગામે પસાર થતી નદીમાં રેતી કાઢતા મશીનના ડ્રાઇવર સહિત ત્રણથી ચાર લોકો નદીના પૂરમાં વચ્ચે ફસાઈ ગયા હતા. જેની માહિતી ફાયર વિભાગને મળતા જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા તંત્રના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ અને NDRFની ટીમો સાથે 4 લોકોને બચાવી લેવા કામગીરી હાથ ધરાઇ હતી.

નદીના ઘોડાપૂરમાં ફસાયા લોકો: NDRFની ટીમ દ્વારા ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે બીજા hitachiના ડ્રાઇવરને બચાવવા જતાં NDRFની બોટ નદીના ઘોડાપૂરમાં પાંચથી સાત વખત પલટી મારી ગઈ હતી. જેમાં hitachiનો ડ્રાઇવર તથા રેસ્ક્યુ કરનારા 2 લોકો નદીની વચ્ચેના ટેકરા પર ફસાઈ ગયા હતા. રાત્રીનો સમયગાળો હોવાથી વહેલી સવારે ફરીથી રેસ્ક્યું હાથ ધરાયું હતું. જેમાં ઘણી મહેનત બાદ આજે બપોરે હિટાચીના ડ્રાઇવર તથા બે કર્મચારીને બચાવી લેવાયા હતા. ઓપરેશન સફળ થતાં વહીવટીતંત્રે હાશકારો અનુભવ્યો હતો.

'ગઈકાલે દેવગઢબારિયાના ઉચવાણ ગામે પાનમ નદીનમાં Hitachi મશીનના ડ્રાઈવર રેતી કાઢતાં વહેણમાં ફસાયા હતા. તેમને બચાવવા બારીયા ફાયરની ટીમ આવી હતી જે ફસાઈ ગઈ હતી. એના સમાચાર વહીવટી તંત્રને મળતા તેમને બચાવવા અમે સ્થળે જઈ જે જગ્યાએ રાત્રે ફાયરના માણસોને રેસ્કયુ કરી ત્રણ માણસોને બચાવી લીધા હતા. ઘણી મહેનત બાદ બોટને બહાર લઈ જવામાં આવી હતી. રાત્રિના સમયે રેસ્ક્યુ પૂર્ણ થયું ન હતું. વહેલી સવારથી રેસ્કયુ હાથ ધરતા દરમિયાન 5થી 6 વખત એ જગ્યાએ જવાનો પ્રયત્ન કર્યો પણ જઈ શકતા નહોતા. છેવટે સફળતા મળતા અમે એ લોકોને બચાવી લીધા છે.' - ગોધરા પરમાર, NDRF ટીમ

'ઉચવાણ ગામે નદીમાં પૂર આવવાના કારણે અમારા ગામના ચાર લોકો નદીની વચ્ચે ફસાયેલા હતા. નદીના ટેકરા ઉપર ચડેલા હતા અને દેવગઢ બારીયાની ફાયર ટીમે તમામ લોકોનું રેસ્કયુ કર્યું છે. તંત્ર, વહીવટીતંત્ર, ગામ લોકો સાથે અને અમે ચૂંટાયેલા પ્રતીનિધિઓની સાથે ત્રણ વાગ્યા સુધી રોકાયા છીએ.' - બચુભાઈ ખાબડ ધારાસભ્ય દેવગઢ બારીયા

હવામાન વિભાગની ચેતવણી છતાં બેદરકાર: હવામાન વિભાગ તથા વહીવટ તંત્રની ચેતવણી હોવા છતાં ખનીજ માફિયાઓ દ્વારા નદીની અંદરથી રેતી કાઢવાનું ચાલુ રાખતા મોટી ઘટના ઘટી હતી.. જેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી ચેતવણી સમયે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આસપાસના લોકોને સાવચેત તથા નજર રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી મોટી હોનારત ટાળી શકાય.

  1. Kheda News: ખેડામાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ, કપડવંજ તાલુકાના સાત ગામો એલર્ટ
  2. Mahisagar Rain: મહીસાગરમાં ધીમી ધારે વરસાદ, મકાઈ-ડાંગરના પાકને જીવનદાન મળ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.