ETV Bharat / state

દાહોદ રેલવે કર્મચારીએ સહ કર્મચારીની કારખાનામાં કરી હત્યા

દાહોદમાં રેલવે કર્મચારીએ પોતાની પત્ની સાથે તેના સાથી કર્મચારીના આડા સંબંધ હોવાનો વહેમ રાખી સાથી કર્મચારીની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના બાદ કામદારોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હત્યા કરીને રેલવે કર્મચારી શહેર પોલીસ સ્ટેશને હાજર થયો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

crime news
crime news
author img

By

Published : Oct 6, 2020, 1:54 PM IST

દાહોદઃ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે કારખાનામાં નોકરી કરતા અને ત્રણ રસ્તા રેલવે કોલોનીના રહેવાસી સરબજીત યાદવ અને તેના સાથી રેલ કર્મી પપ્પુ ઉર્ફે ટીટોડી સાથે કોઈક અંગત અદાવતને લઇ ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના પરિણામ સ્વરૂપ પપ્પુ ઉર્ફે ટીટોડી નામના રેલ કર્મીએ સરબજીત યાદવ નામના રેલ કર્મીને તીક્ષ્ણ હથિયારના 5-6 જેટલાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દાહોદ રેલવે કર્મચારીએ સહ કર્મચારીની કારખાનામાં કરી ક્રુર હત્યા

સરબજીતનું પપ્પુ ઉર્ફે ટીટોડીની પત્ની જોડે આડા સબંધ હોવાથી તેણે લઇ પપ્પુ ઉર્ફે ટીટોડીએ આયોજન પૂર્વક સરબજીતને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. જોકે આ સમગ્ર હત્યા મામલે માત્ર પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું નહિ પણ કોઈ મોટી રકમની લેવડ દેવડ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જો એ દિશામાં પણ તપાસ હાથ ધરાય તો ચોંકાવનારી હકીકત બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.