દાહોદ: દેસાઈવાડ વિસ્તારમાં રહેતા મિલાપ ભાઈ શાહ નામના યુવકનું પોતાની માસીના બંધ ફ્લેટમાં છરાના ઘા મારી ઘાતકી રીતે હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા બાદ તપાસ માટે મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસે લોકલ સીસીટીવી કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ, કંટ્રોલ રૂમના કેમેરા તથા સ્માર્ટ સિટી અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. જેમાં આરોપીઓ સીસીટીવી કેમેરામાં ઝડપાયા હતા. જેમાં બનાવની આજુબાજુના સીસીટીવી ચેક કરતા આરોપીઓ દાહોદ હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતા હોવાની જાણ થઈ હતી. મૃતક મિલાપ હોટલમાં અઠવાડિયા પહેલા પરિવાર સાથે બર્થડે પાર્ટી કરવા આવ્યા હતા. મૃતક મિલાપને આરોપી સાથે મુલાકાત થતા એકબીજાના સંપર્કમાં હોવાની હકીકત જાણવા મળી હતી.
ચાર આરોપીની ધરપકડ: હત્યા કર્યા બાદ આરોપીઓ મિલાપના શરીર પર પહેરેલ સોનાની ચેન ત્રણ તોલાની જેની કિંમત 165000, સોનાની પોચી અઢી તોલાની જેની કિંમત 137000, સોનાની વીંટી દોઢ તોલાની જેની કિંમત 82000 મળી કુલ 384000ની લૂંટ વિથ મર્ડર કરી ટ્રેન મારફતે મહારાષ્ટ્ર તરફ નાસી ગયા હતા. જ્યાંથી દાહોદ પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના રૂરલ વિસ્તાર માંથી ચારેય શંકમંદો આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ ચાર શકમંદોને 24 કલાકની અંદર ઝડપી લીધા છે. આરોપીઓને મુંબઈના અલગ અલગ રૂરલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જે પૈકી મુખ્ય આરોપીએ ગુનાની કબૂલાત કરી છે.
22 તારીખે બર્થ ડે પાર્ટીમાં વેઈટર તરીકે કામ કરતો આરોપી મૃતકના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા અને ફોનના સંબંધો થતાં એમના ફ્લેટ પહેલા પણ ગયેલા હતા. આરોપી રેલવે સ્ટેશન પર હતો ત્યાં મૃતક મિલાપ એક્ટિવા લઈ લેવા માટે જાય છે. આરોપી અને ભોગ બનનાર હિન્દુ ધર્મશાળામાં જાય છે ત્યાંથી કપડાં બદલી પાછા આવે છે. આરોપી અને ભોગ બનનાર પોતાની માસીના ફ્લેટમાં જાય છે અને ત્યા આરોપી 30થી 35 મિનિટ મિલાપની ઘાતકી રીતે હત્યા કરે છે. મૃતક મિલાપના શરીર પર જે ઘરેણાં હતા. તે લઈને મૃતકની એક્ટિવા લઈ રેલવે સ્ટેશન પર છોડી ટ્રેન મારફતે મુંબઈ જતો રહે છે. આ ગુનામાં અન્ય માણસોની સંડોવણી પણ સામે આવી હતી. જેની મહારાષ્ટ્ર પોલીસ તપાસ કરી રહી છે હાલ બે શક્મદો અને તેમની સાથે નોકરી છોડેલા બીજા બે વેઈટર મળી ચાર લોકોનો પોલીસે અટકાયત કરી છે. - રાજદીપ સિંહ ઝાલા, ડીએસપી, દાહોદ