ETV Bharat / state

Dahod Monsoon 2023 : દાહોદના 5 ડેમ ઓવરફ્લો થતા 47 ગામોને એલર્ટ કરાયા, જાણો સમગ્ર માહિતી આ અહેવાલમાં - દાહોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા

દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ છેલ્લા 24 કલાકથી તોફાન અને વીજળીના કડાકા સહિત ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેમાં દાહોદ પંથકમાં આવેલા ઉમરીયા, વાકલેશ્વર, માછળનાળા કાળી 2 અને અદલવાડા ડેમ પૂર્ણ સપાટીથી ઓવરફ્લો થયા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા 47 ગામોને સાબદા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી વરસાદની રાહ જોતા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે.

Dahod Monsoon 2023
Dahod Monsoon 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 7:28 PM IST

દાહોદના 5 ડેમ ઓવરફ્લો થતા 47 ગામોને એલર્ટ કરાયા

દાહોદ : ભાદરવાના આરંભે મેઘરાજા દાહોદ જિલ્લા પર મહેર વરસાવી રહ્યા છે. ઉપરવાસ ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના કાળી 2, માછળનાળા, ઉમરીયા ડેમ, વાકલેશ્વર ડેમ અને અદલવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. જેના પગલે તંત્ર દ્વારા જિલ્લાના નીચાણવાળા તમામ કુલ 47 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સાર્વત્રિક વરસાદ : ભાદરવાના પહેલા જ દિવસે દાહોદ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જેમાં ફતેપુરા 49 mm, ઝાલોદ 63 mm, લીમખેડા 96 mm, દાહોદ 101 mm, ગરબાડા 116 mm, દેવગઢ બારીયા 21 mm, ધાનપુર 44 mm, સંજેલી 30 mm, સીંગવડ 44 mm વરસાદ વરસ્યો છે. ઉપરાંત હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ છે. જેને લઈને બનાસ નદી પણ બંને કાંઠે વહી રહી છે.

કાળી 2 ડેમ : ઝાલોદ તાલુકાના કાળી 2 જળાશયની પૂર્ણ સપાટી 257 મીટરની છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. જેને કારણે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સાબલી, ગુલતોરા, રળિયાતી ભૂરા, રળિયાતી ગુર્જર, દાંતીયા, ટાડાગોળા, શારદા, કાંકરાકુવા, પેથાપુર, ખાપરિયા, ચાકલીયા અને અગિયાર સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

માછળનાળા ડેમ : ઝાલોદમાં આવેલા માછળનાળા ડેમની પૂર્ણ સપાટી 275.90 મીટરની છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમના હેઠવાસના ઝાલોદ તાલુકાના ચિતરોડિયા, ધાવડિયા, મહુડી, મૂનખોસલા, માંડલીખૂટાં, થેરકા, ભાણપુર, ખરસાણા, મેલણિયા, વરોડ અને નાનસલાઈ સહિત કુલ 11 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા ડેમના નીચાણવાસમાં આવતા ગામોને સાવચેતીના પગલે સંબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નદી-નાળા અને વોકળામાં લોકોને અવરજવર કરવી નહિ તેવી અપીલ પણ કરાઈ હતી. -- ડો. હર્ષિત ગોસાવી (દાહોદ જિલ્લા કલેક્ટર )

ઉમરિયા ડેમ : લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો થતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ ઉપરવાસમાં સતત વરસતા વરસાદને કારણે ઉમરિયા ડેમની 285 મીટરની પૂર્ણ સપાટી પાર થઈ છે. જેના પગલે દસ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા છે. જેમાં અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના, ખાખરીયા, વિસંલગા, પાડોળા ગામનો સમાવેશ થાય છે.

વાંકલેશ્વર ડેમ : દેવગઢ બારિયા તાલુકામાં આવેલો વાંકલેશ્વર ડેમ ઓફરફ્લો થયો હતો. ડેમની પૂર્ણ સપાટી 223.03 મીટરની વટાવીને હાલ ડેમની સપાટી 223.57 મીટરને પાર થઈ છે. જેના પગલે કેલીયા, દેગાવાડા, જાબીયા, વાંદર તથા ધાનપુર તાલુકાના બોઘડવા સહિત 5 ગામોને સચેત કરવામાં આવ્યા છે.

અદલવાડા ડેમ : ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે. જેના પગલે બોઘડવા, અદલવાડા, ખોખબેડ, રામપુર, વેડ, ભોરવા, મોઢવા, નળુ, દૂધામલી અને ખોખરા મળી કુલ 10 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ : દાહોદ જિલ્લામાં આ વર્ષનો સૌથી ઓછો વરસાદ હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ ભાદરવાની શરૂઆતમાં પ્રથમ દિવસે જ છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે વરસાદ વરસતા જિલ્લામાં આવેલા 5 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે. ચોમાસુ અને શિયાળુ પાકનો સારો મોલ ઉતરવાની ખેડૂતોને આશા બંધાઈ છે. જેથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  1. Ukai Dam Update : સુરતના ઉકાઈ ડેમના લેટેસ્ટ આંકડા, શું આવતા વર્ષ માટે પાણીનો પૂરતો જથ્થો મળશે ?
  2. Gujarat Monsoon 2023 : મેઘરાજાના અંતિમ રાઉન્ડ અંગે હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.