આગામી લોકસભા ચૂંટણીના માહોલને ધ્યાને રાખી માદક પદાર્થાની તસ્કરીને રોકવાના પ્રયાસોમાં દાહોદ રેલ્વે નિરીક્ષક સતીશકુમાર રાત્રી દરમિયાનપોતાના સાથેફરજ બજાવતા સ્ટાફના સહાયક ઉપનિરીક્ષક રાજેશસિંહ વઘેલ, રેલ્વે પોલિસના હેડ કોન્સ્ટેબલ જગદીશ મીણાને સાથેદાહોદ રેલ્વે સ્ટેશન પર આવતી જતી તમામ ટ્રોનોમાંચેકીંગ હાથ ધરે છે. આદરમિયાન રાત્રીના ૧૨ વાગ્યાના આસપાસ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશને આવી હતી અને RPF પોલિસ આ ગાડીના તમામ કોચમાં મુસાફરોની તેમજ તેમના માલસામાનની તપાસીહાથ ધરતા હતા. તપાસ દરમિયાન ટ્રેનનાજનરલ કોચની ચેકીંગ હાથ ધરતાએક મહિલા સહિત ત્રણ ઈસમો તેમજ તેમની પાસે રહેલા સિમેન્ટના થેલામાંની વસ્તુઓ શંકાસ્પદ લાગતા RPFપોલિસે તેમની પાસે જઈ પુછપરછ કરતા અને થેલાઓની તપાસ કરતા તેમાથીવિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૪૩૧ જેની કુલ કિંમત રૂપિયા ૨૫,૧૫૦ નોજથ્થો મળી આવ્યો હતો.
RPF પોલિસ ત્રણેય શખ્સોનાનામપુછતા આ શખ્સોઓ પોતાનાનામમોહમ્મદ ઈમરાન મોહમ્મદ અખ્તર સૈયદ, આજાદ અમરસિંહ દેહડા અને અલ્પા દિલીપ ભુરીયા જણાવ્યાહતા.વધુમાં આરોપીઓએ જણાવતા કહ્યું કેઆવિદેશી દારૂનો જથ્થો તેઓદાહોદના ખાન નદી,દાદ ગામેથી ખરીદી વટવા તેમજ અમદાવાદ ખાતે વેચવા જઈ રહ્યા હતા.રેલ્વે પોલિસની RPFજવાનોએ ત્રણેય શખ્સોનીઅટકાયતકુરી વધુપુછપરછ હાથ ધરી હતી.