ETV Bharat / state

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના બાળકને આંગણવાડી સ્કૂલમાં મુક્યું - Learning and Opportunity

દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવ્યું છે. અન્યને પ્રેરણા મળે તે માટે બાળકને આંગણવાડીમાં (anganwadi school) મૂકવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના બાળકને આંગણવાડી સ્કૂલમાં મુક્યું

author img

By

Published : Oct 12, 2022, 4:57 PM IST

દાહોદ વર્તમાન સમયમાં ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણ આપવાનો ટ્રેડ વધ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા આઈએએસ અધિકારી નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવી આદિવાસી પરિવારમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા લાવવા અને દીકરાને આંગણવાડીમાં (anganwadi school) પ્રવેશ આપવાના કાર્ય થકી અન્યને પ્રેરણા મળે તે માટે મૂકવામાં આવ્યું છે.

નેહા કુમારીએ પોતાના દોઢ વર્ષના બાળકને સરકારી આંગણવાડી સ્કૂલમાં નામ દાખલ કરાવ્યું

સરકારી શિક્ષણ આદિવાસી બાહુલિય ધરાવતા દાહોદ જિલ્લામાં મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના લોકોમાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણ અપાવવાનો અભિગમ વધેલો જોવા મળી રહ્યો છે. સરકારી શિક્ષણ તરફની લોકોને દૃષ્ટિ કોણ બદલવા જિલ્લા વિકાસ અધિકારી (Dahod District Development Officer) નેહા કુમારીએ વિકાસ અને શિક્ષણની દિશા બદલવાનો પ્રયાસનો આરંભ કર્યો છે. આઈએએસ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના દોઢ વર્ષના બાળક માધવ કેશવ ઉર્ફે વાનીને શહેર નજીક આવેલી છાપરી ગામની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી પોતાના બાળક ને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી અન્ય સરકારી અધિકારીઓને માટે તેમજ ખાનગી શાળાઓ તરફે જોક રાખનાર લોકો માટે પ્રેરણા બન્યા છે.

આંગણવાડીની સુવિધા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી કહ્યું કે સરકાર દ્વારા આંગણવાડીનું બનાવેલું સિસ્ટમ ઘણું સારું છે. મેં 20 થી 25 દિવસ પહેલા મારા દીકરાને આંગણવાડીમાં મોકલવાનું શરૂ કર્યું છે. ઘરે રહેતો હતો ત્યારે જીદ કરતો હોવાથી પરેશાન પણ હતા. જેથી મને સમજણ નહોતી પડતી પરંતુ મેં વિચાર્યું કે અન્ય બાળકો સાથે રમશે શીખશે તો કદાચ સારો રહેશે. જેથી મે છાપરી ગામે આવેલી સરકારી આંગણવાડીમાં મારા બાળકને મોકલ્યું. પ્રાઇવેટ સ્કુલથી સારું વાતાવરણ હોય અને બાળકો અને વાલીઓ સુરક્ષા મહેસુસ કરે પ્રાઇવેટ સ્કૂલ જેવો જ અનુભવ કરે, તે દિવસથી અમે એવું કહી શકીશું કે અમે કોઈ પણ બાબતોમાં પ્રાઇવેટ માધ્યમથી પાછળ નથી

મફત સુવિધા સિસ્ટમ માટે લર્નિંગ અને ઓપોર્ચ્યુનિટી છે. જે ઘણી કામ કરી રહી છે. માર્કેટિંગ અમારું સારું નથી પરંતુ આ સરકાર દ્વારા આપવામાં આવતી મફત સુવિધા છે. આંગણવાડીમાં જમવાનું રોજનું મેનુ અલગ અલગ છે. આજકાલનો ટ્રેન્ડ જંક ફૂડ અને પડીકાનો છે પરંતુ ગરમ અને પૌષ્ટિક આહાર આંગણવાડીમાં મળે છે. જેના કારણે બાળકો જમતા શીખે છે જે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.