દાહોદઃ સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 36 ઘરફોડ ચોરીને અંજામ આપનારા 3 રીઢા ગુનેગારો ઝડપાઈ ગયા છે. દાહોદ એલસીબીને આ રીઢા ગુનેગારોને ઝડપી લેવામાં સફળતા મળી છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ખેડા, દાહોદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં આ રીઢા ગુનેગારોએ 36 જેટલી ઘરફોડ ચોરી કરી હતી. આ આરોપીઓ પૈકી એક ગુનેગાર ૮ગુનામાં વોન્ટેડ છે.
સમગ્ર ઘટનાક્રમઃ દાહોદ એલસીબીને આ 3 પૈકી સૌથી વધુ રીઢા ગુનેગાર નિલેશ મોહનીયા વિશે પાકી બાતમી મળી હતી. આ નિલેશ ઉંડાર ગામનો રહેવાસી છે અને ઉન્ડાર ગેંગનો સાગરિત છે. જે હાલ નાની કંબોઈ ચોકડી પર આવેલ હોવાની માહિતી પીઆઈ કે. ડી. ડીંડોરને મળી હતી. પીઆઈ અને તમની ટીમ સત્વરે આરોપી હાજર હતો તે સ્થળે ધસી ગઈ અને આરોપીની ધરપકડ કરી લીધી. આ નિલેશ વધુ 8 ગુનામાં વોન્ટેડ પણ છે. આ આરોપીની ઘનિષ્ટ પુછપરછ હાથ ધરતા તેણે અન્ય સાથીદારોની માહિતી આપી હતી. આ ઉપરાંત જ્યાં જ્યાં ચોરીઓ કરી તેની કબૂલાત પણ કરી હતી. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ખેડા, દાહોદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં આ રીઢા ગુનેગારોએ 36 જેટલી ઘરફોડ ચોરી કરી હતી.
25,600નો મુદ્દામાલ જપ્ત કરાયોઃ દાહોદ એલસીબીને આ ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરી હતી અને જડતી લીધી હતી. જડતીમાં 8 ગુનામાં વોન્ટેડ એવા નિલેશ પાસેથી ચાંદીના મોટા છડા 2 નંગ, નાના છડા 2 નંગ, હાથમાં પહેરવાની ચાંદીની લકી એમ કુલ મળીને રુપિયા 25,600નો મુદામાલ હાલ જપ્ત કરાયો છે. આમ દાહોદ એલસીબીએ 36 જેટલા ઘરફોડ ગુનાઓ કરનાર અને 8 જેટલા ગુનાઓના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં ઘર ફોડ ચોરી કરનાર બે સગીર અપરાધીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમને જુવેનાઈલ હોમમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમની પાસેથી ઘર વપરાશ સામાન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું.
નિલેશ નામનો આરોપી નાની કંબોઈ ચોકડી પર આવેલ હોવાની માહિતી પીઆઈ કે. ડી. ડીંડોરને મળી હતી. પીઆઈ અને તમની ટીમ સત્વરે આરોપી હાજર હતો તે સ્થળે ધસી ગઈ અને આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસે નિલેશ પાસેથી બીજા 2 આરોપીની માહિતી મેળવી તેમની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...રાજદીપ સિંહ ઝાલા(ડીએસપી, દાહોદ)