દાહોદ: દાહોદ પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત 20મીએ સ્ટેટ મોનિટરિંગ સેલે અસાયડી ગામેથી કન્ટેનરમાં ભરેલી વિદેશી દારૂની 916 પેઢીઓ મળી રૂપિયા 4642080 નa મુદ્દામાલ ઝડપી પાડી પીપલોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂક્યો હતો. બાદમાં જમવાના સમયે પીપલોદ પોલીસ સ્ટેશન કર્મચારી દ્વારા કમ્પાઉન્ડમાં મૂકેલી દારૂની પેટીઓ ચોરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
પીપલોદ પોલીસકર્મી સહિતની ગેંગે 23 પેટી ઉઠાવી : જીઆરડીના સાત જવાનો ટીઆરબીના એક જવાન અને દારૂ ઉતારવા માટે બોલાવેલા મજૂરો મળી રીક્ષા અને સ્વિફ્ટ કારમાં દારૂની 23 પેટી ચોરી કરી રહ્યા હતાં. ત્યારે સ્થાનિક નાગરિક દ્વારા દારુની ચોરીનો વિડીયો ઉતારી દાહોદ ડીએસપીને મોકલી દેતા આ ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેને લઈ દાહોદ એલસીબીના પી.એસ.આઇ એમ એલ ડામોરની તપાસમાં અને ફરિયાદના આધારે સાત જીઆઇડી એક ટીઆરપી એક મજૂર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વેચી કે સગેવગે કરી દેવાઈ પેટીઓ : પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી ચોરી થયેલો દારૂની તપાસમાં એલસીબીએ સીસીટીવીમાં જોતા રબારી ગામના સતીશકુમાર પટેલના ઘરે તપાસ કરતા ત્યાંથી 750 mlની બાર બોટલો જ માત્ર મળી આવી હતી. 1,38 લાખ રૂપિયાની કિંમતની 23 પેટીઓ આરોપીઓ દ્વારા વેચી કે સગેવગે કરી દેવાઈ હતી. જે પોલીસને મળી આવી નહોતી. હાલ તેની તપાસ પીપલોદના ઇન્ચાર્જ પીએસઆઇ ડી આઇ સોલંકીને સોંપવામાં આવી હતી.
ગત 20મી તારીખે પીપલોદ પોલીસ સ્ટેશનની હદમાં રનિંગ પ્રોહીબિશનની એક રેડ કરી હતી. જેમાં 916 દારૂની પેટીઓ એસએમસી દ્વારા પકડવામાં આવી હતી. મુદ્દામાલની પેટીઓ રૂમમાં મૂકવામાં આવી હતી.તે દરમિયાન કેટલાક માણસોએ પેટીઓ ગાયબ કરી હતી તેની માહિતી ડીએસપીને મળી હતી. ગઇ કાલે જ્યારે ત્વરિત નિર્ણય લેતા તમામ ટીમ પીપલોદ પોલીસ સ્ટેશન પહોચી એમનાં સૂચના માર્ગદર્શનથી ફરીથી પેટીઓની ગણતરી કરવામાં આવી હતી. એ ગણતરીમાં 23 પેટી ઓછી મળી આવતા સીસીટીવી ફૂટેજ જોતા 15 માણસો સામે ફરિયાદ દાખલ કરવા આવી છે. જેમાં 15 માણસો પૈકી 1પોલીસ કોન્સ્ટેબલ છે. 7 જીઆરડી, 1ટીઆરપી, 2 મજદૂર 4 પબ્લિક માણસો સંડોવાયેલ છે...વિશાખા જૈન (લીમખેડા ડીવાયએસપી )
પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો : છેલ્લા કેટલાક સમયથી પોલીસની આંતરિક ખેંચતાણને લગતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને દારુ પકડવામાં આવે છે. ત્યારે પોલીસ જવાનો દારુની અમુક પેટીઓ બુટલેગરોને આપીને તેમની તગડી રકમ વસુલતા હતાં. દારૂ બુટલેગરો સુધી પહોંચાડીને તેમની મદદ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થયા છે.