ETV Bharat / state

દાહોદ કલેક્ટરની લોકોને અપીલ, કહ્યું-ગણેશ ઉત્સવ અને મોહરમની ઉજવણી ઘરે કરો - dahod news

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી ગણેશ ઉત્સવ અને મોહરમ જેવા તેવા તહેવારની ઉજવણી ઘરે કરવા અપીલ કરી છે.

ETV BHARAT
દાહોદ કલેક્ટરની લોકોને અપીલ, કહ્યું-ગણેશ ઉત્સવ અને મોહરમની ઉજવણી ઘરે કરો
author img

By

Published : Aug 18, 2020, 4:24 AM IST

દાહોદઃ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી ગણેશ ઉત્સવ અને મોહરમ જેવા તેવા તહેવારની ઉજવણી ઘરે કરવા અપીલ કરી છે.

વિજય ખરાડીએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું કે, કોરોના સંક્રમણના વિશ્વવ્યાપી સંકટનો આપણે ગત 5 મહિનાથી સામનો કરી રહ્યાં છીંએ. આ માટે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પણ બહાર પાડીને ધાર્મિક તહેવારોની ઉજવણી અંગે સપષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી ધાર્મિક તહેવારો ગણેશ ઉત્સવ અને મોહરમની ઉજવણી અંગે પણ માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે.

દાહોદ કલેક્ટરની લોકોને અપીલ, કહ્યું-ગણેશ ઉત્સવ અને મોહરમની ઉજવણી ઘરે કરો

તેમણે ઉમેર્યું કે, આ જાહેરનામા મુજબ નાગરિકોએ ગણેશ ઉત્સવ અને મોહરમની જાહેર સ્થળો ઉપર સભા, સરઘસ, વિસર્જન કે કોઇ પ્રકારના આયોજન-ઉજવણી કરી શકશે નહીં અને ઝૂલુસ કે સરઘસ પર પણ પ્રતિબંઘ હોવોથી પરવાનગી આપવામાં આવશે નહી. બંન્ને તહેવારો નાગરિકોએ ઘરે જ રહીને ઉજવવાના રહેશે. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આપણે તંત્રને સંપૂર્ણ સહયોગ આપીને તહેવારોની ઉજવણી ઘરે કરવી જરૂરી બની છે.

નેશનલ ગ્રીન ટિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શીકા મુજબ જળાશયોમાં મૂર્તિ-વિર્સજન કરવા પર પણ પ્રતિબંઘ લાદવામાં આવ્યો છે. જેથી કોઇ પણ જળાશયમાં મૂર્તિ-વિસર્જિત નહીં કરી શકાય. મૂર્તિનું વિસર્જન પણ નાગરિકોએ ઘરે જ કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.