દાહોદઃ દાહોદ તાલુકાના મુવાલિયા ક્રોસીંગે રાત્રિના સમયે હાઈવે રોડ પર ટેન્કર પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવતા તે સમયે ત્યાંથી એક ટ્રેક્ટરમા સવાલ આશરે 15 જેટલા મજૂરો ભરી ટ્રેક્ટર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. આ ટ્રેક્ટરને કેમિકલ ભરેલી ટેન્કરના ચાલકે અડફેટમાં લેતા જોતજોતામાં ગમ્ખવાર માર્ગ અકસ્માતે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, મજૂરો ટ્રેક્ટરમાંથી ફંગોળાઈ જમીન પર પડ્યા હતાં. જેમાંથી કેટલાક મજૂરો ટેન્કરની નીચે દબાઈ જતા શરીરનો કચ્ચરઘાણના દ્રશ્યો પણ સર્જાયા હતાં.
આ અકસ્માતમાં 5 મજૂરોના ઘટનાસ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું, વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ મજૂરો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મજૂરી કરતા હતા અને રોજની માફક મજૂરી કામ કરી પરત દાહોદ તાલુકાના નલિયા ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજમાં આ મજૂરો રોકાતા હતા અને ત્યા જઇ રહ્યાં હતાં. આ ગોઝારા માર્ગ અકસ્માતની જાણ દાહોદ પોલીસે ઇમરજન્સી 108 સેવા વિગેરે લાગતા વળગતા તંત્રને થતા તમામનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મજૂરોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.