દાહોદઃ જિલ્લો ક્રાઈમ ઝોન તરફ વળવા માંડ્યો છે. કોઈને કોઈ દિવસે દાહોદ જિલ્લામાં કોઈને કોઈ ઘટના, બનાવ કે કિસ્સાથી દાહોદ જિલ્લો હર હંમેશા ચર્ચાની એરણે રહેવા પામ્યો છે અને તેમાંય ગુનાહીત પ્રવૃતિઓમાં તો મોખરે છે તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
એકાદ મહિના અગાઉ એટલે કે, જાન્યુઆરી માસ દરમિયાનન ગરબાડા નગરમાં એક 6 વર્ષિય બાળા ઉપર પોતાના કૌટુંબીક મામાએ દુકાને ચણા અપાવવા લઈ જવાના મુદ્દે બાળકીને ઘરેથી લઈ જઈ જંગલ જેવા નિર્જન વિસ્તારમાં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી દાહોદ જિલ્લામાં ચકચાર સાથે આરોપીને કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સહિત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરાઈ હતી.
આ ઘટનાની આગ હજુ શમી પણ નહોતી ત્યાં વધુ એક દીકરીના લોહીથી દાહોદ ખરડાયું છે. સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે ડામોર ફળિયામાં રહેતો ૧૮ વર્ષીય કિરણએ પોતાના જ ઘરે રહેતી અને માતા - પિતાની છત્રછાયા ગુમાવનાર ૬ વર્ષીય બાળા એટલે કે, સંબંધમાં આ યુવકની ભાણી થતી બાળા પર ગતરોજ તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તેના મૃતદેહને ગામમાં ફેંકી દીધો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોને સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પીતરાઈ મામાને કિરણ સામે ફીટકારની લાગણી વહેતી જોવા મળી હતી. ગ્રામજનો સહિત બાળકીના સંબંઘીઓએ પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ આચરનાર પીતરાઈ મામો કિરણ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને જેલ ભેગો કર્યો હતો.સાથે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દવાખાને મોકલી આપ્યો હતો.