દાહોદઃ કોવિડ-19 મહામારીને નાથવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે અને જાહેર જનતાને સાવચેતી માટે ગાઇડલાઇન જાહેર કરવા છતાં પણ જિલ્લાના ગરબાડા તાલુકામાં જનતા દ્વારા વારંવાર નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાનો તંત્રના ધ્યાને આવ્યું હતું. જેના કારણે ગરબાડા તાલુકાના જેસાવાડા અને ગરબાડા પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી જાહેરનામાના ભંગ બદલ 210 કેસ નોંધાયા છે. જેમાં ગરબાડા પોલીસ સ્ટેશનમાં 131 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં 79 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ તાલુકામાં ફરજિયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1,290 વ્યક્તિઓ પાસેથી 3,01,100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જ્યારે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 839 વ્યક્તિઓ પાસેથી 2,20,000નો દંડ વસુલ આમ તાલુકામાં કુલ 2,129 લોકો પાસેથી દંડ પેટે પોલીસે 52,1100 વસૂલ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અને માસ્ક ફરજિયાત પહેરે તે માટેના સરકારના નિયમનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે.