ETV Bharat / state

વીડિયો કોન્ફરન્સથી દાહોદના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન - દાહોદ યોગ ટ્રેનરો

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલના હસ્તે જિલ્લાના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા.

વીડિયો કોન્ફરન્સ
વીડિયો કોન્ફરન્સ
author img

By

Published : Aug 7, 2020, 6:01 PM IST

દાહોદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ દ્વારા રાજયના યોગ તાલીમ પામેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયો હતો.

દાહોદ જિલ્લાના સેવા સદન ખાતેથી ડિજિટલ માધ્યમથી આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર અને તાલીમ પામેલા યોગ ટ્રેનરો જોડાયા હતા અને તેમના દ્વારા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન
યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલના હસ્તે જિલ્લાના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા.

રાજયમાં સૌથી વધુ નાગરિકોને યોગ તાલીમ આપવામાં વિનોદભાઇ ટોચના પાંચ યોગ કોચમાંના એક છે. કાર્યક્રમમાં રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડેએ જણાવ્યું કે, આધુનિક સમયમાં યોગ એ સ્વસ્થ રહેવા માટેનો સૌથી મોટો કિમિયો છે. જીવનભર યોગ કરીને હંમેશા સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. માટે દરેકે પોતાના જીવનમાં યોગને દિનચર્યાનો ભાગ બનાવવો જ જોઇએ. આપ સૌ યોગ ટ્રેનરો ભવિષ્યમાં વધુમાં વધુ નાગરિકોને જિલ્લામાં યોગની તાલીમ આપશો અને તંન્દુરસ્તી માટે યોગને દરેક નગર અને ગામે ગામ પહોંચતા કરવાના અભિયાનમાં સહભાગી બનશો.

સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, અહીંયા ઉપસ્થિત સૌ યોગ ટ્રેનરો કોરોના મહામારીના સમયમાં પણ ઓનલાઇન તાલીમ આપીને જિલ્લાના નાગરિકોને યોગ સાથે જોડી શકે છો. આ મહામારીના સમયમાં યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ પાસેથી મળેલું અમોઘ શસ્ત્ર છે. જેનાથી આપણે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારી તેની સામે બચાવ કરી શકીએ છીએ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત 19 યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને રમત ગમત અધિકારી વિરલ ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન અને સભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.