ETV Bharat / state

લારીઓ પરથી માસ્ક ખરીદવું જોખમકારક ! - ઈટીવી ભારત

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને નાથવા માટે સતત પ્રયત્નશીલ  સરકારે વોરિયર્સ કામે લગાડવાની સાથે સુરક્ષિત રહેવા માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી છે. સરકારે તમામ નાગરિકોને સુરક્ષા માટે માસ્ક પહેરવો ફરજિયાત કર્યું છે. માસ્ક નહી પહેરનારની સામે દંડનીય  જોગવાઇ લાગુ કરવામાં આવી છે. ત્યારે રોડસાઈડ લારીઓ અને મેડિકલની દુકાન પર રૂ. દસથી સો રૂપિયા સુધીના માસ્કનું ભારે વેચાણ થઈ રહ્યું છે.

લારીઓ પરથી માસ્ક ખરીદો છો? કઈ રીતે જોખમકારક બને છે તે જાણો

author img

By

Published : Jun 26, 2020, 8:45 PM IST

દાહોદઃ કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યાં છે તેમ જ તંત્ર સાથે સંક્રમણને રોકવા જનતા પણ ખભેખભો મિલાવીને પાલન કરતી જોવા મળી રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માસ્ક અને સેનિટાઇઝર અનિવાર્ય માધ્યમ હોવાના કારણે સરકાર દ્વારા દરેક નાગરિક માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે. સરકારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશો પણ કરવામાં આવ્યાં છે. કોરોના વોરિયર્સ દ્વારા સતત જનજાગૃતિ માટેના કાર્ય કરી રહ્યાં છે. માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો હોવાના કારણે માર્કેટમાં ઠેરઠેર દુકાનો લાગેલી જોવા મળી રહી છે. માસ્ક નહીં પહેરેલા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની શરૂ કરવાના કારણે તેના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જેનો દુકાનદારો અને વેપારીઓ ભરપેટ ફાયદો પણ ઉઠાવતાં જોવા મળી રહ્યાં છે.

લારીઓ પરથી માસ્ક ખરીદો છો? કઈ રીતે જોખમકારક બને છે તે જાણો
લારીઓ પરથી માસ્ક ખરીદો છો? કઈ રીતે જોખમકારક બને છે તે જાણો
વાયરસ ફેલાતો અટકાવવા માસ્ક પહેરવું જરૂરીદાહોદ જિલ્લાના બજારોમાં રસ્તાની બાજુમાં ઊભેલી રેકડીઓ પર પણ ખુલ્લામાં કાપડના તેમ જ થ્રીલેયર માસ્ક લટકાવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જાહેર રસ્તા પર ખુલ્લાંમાં વેચાઈ રહેલા હલકી ગુણવત્તાના માસ્કના કારણે કોરોના મહામારી સામે રક્ષણ મળી શકતું નથી. પરંતુ સામાન્ય કાપડના માસ્ક પહેરવાથી બેક્ટેરિયા અને રસ્તા પર ઉડતી ધૂળ સામે થોડું રક્ષણ મળે છે જ્યારે મેડિકલ સ્ટોર પર પ્લાસ્ટિકની થેલીમાં પેક થ્રી લેયર અને એન 95 માસ્ક વ્યક્તિને ગાઈડ લાઈન મુજબ પહેરે તો કોરોના સામે રક્ષણ આપી શકે છે.ખુલ્લામાં વેચાતાં માસ્ક કેમ છે નુકસાનકારકમેડિકલ સ્ટોર પર વેચાતા માસ્ક પ્લાસ્ટિકની થેલીઓમાં સીલ બંધ કવરમાં હોય છે દુકાન સંચાલક દ્વારા સીલબંધ કવરમાં વેચાણ કરાયેલું માસ્ક ખોલીને બહાર કાઢી નાખ્યા બાદ પરત લેવામાં આવતાં નથી જ્યારે જાહેર માર્ગો પર હાથલારી કે રેકડીઓ પર વેચાયેલા માસ્ક ગ્રાહકો હાથ લગાવીને જોતાં હોય છે જો માસ્ક ગ્રાહકોને પસંદ પડે અથવા તો ભાવમાં મેળ ખાય ત્યારે જ ખરીદતા હોય છે અન્યથા ગ્રાહક માસ પાછું રેકડી પર છોડી દેતો હોય છે જેના કારણે વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતા વધી જતી હોય છે. વળી, દિવસ દરમિયાન ઉડતી ધૂળ અને ગંદકીના રજકણો સરળતાથી રેકડી અને દુકાનો બહાર લટકતા કપડાંના સસ્તાં માસ્ક પર પડી શકે છે. માર્ગથી પસાર થતાં બીમાર કે રોગગ્રસ્ત વ્યક્તિઓની છેક અને ખાંસીના કીટાણુઓ હવા મારફતે પણ તેની પર ચોંટવાની શક્યતા રહેલી હોય છે. આવા માસ્ક ખરીદીને તેને પહેરવાથી કોરોના સંક્રમણનું જોખમ વધી જતું હોય છે. દુકાનેથી ખરીદેલા સસ્તાં કાપડના માસ્ક ખરીદીને ઘેર લાવ્યાં બાદ સાબુથી બરાબર ધોઈ અને સૂકવ્યાં બાદ સેનિટાઇઝર કરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએં તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પહાડિયા જણાવી રહ્યાં છે.

થ્રી લેયર માસ્કનો ઉપયોગ કેમ કરવો જોઈએ

કોરોનો વાયરસ વાળા રેડ ઝોન વિસ્તારમાંથી પસાર થતી વેળાએ અથવા તો હોસ્પિટલની મુલાકાત અર્થે જતી વેળાએ વ્યક્તિએ થ્રી લેયર વાળા માસ્ક ફરજિયાત પહેરવા જોઈએ. થ્રી લેયર માસ્કએ નેનોમીટરની સાઈઝના વાયરસ અને કોરોનાવાયરસની સામે પણ પ્રોટેક્ટ કરે છે. માસ્કની આ ત્રણ લેયર સુરક્ષા કવચ બનતી હોય છે. જેથી આ વાયરસ ત્રણ લેયરના સુરક્ષા કવચને તોડી ન શકવાના કારણે માનવ શરીરમાં પ્રવેશી શકતો નથી.

સરકારે જનતાને સસ્તાં દરે માસ્ક ઉપલબ્ધ કરાવવા જોઈએ

સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વિવિધ પગલાં ભર્યા છે અને ભરી રહી છે ત્યારે નાગરિકોની સલામતી માટે થ્રી લેયર માસ્ક જલ્દી ઉપલબ્ધ કરાવવા જોઈએ જેના કારણે સામાન્ય માણસ પણ સસ્તાં દરે સારા માસ્ક ખરીદીને પોતાના સ્વાસ્થ્ય તેમ જ પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત બનાવી શકે.

દાહોદથી મહેશ ડામોરનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.